Aapnu Gujarat
ગુજરાત

શંકરસિંહ વાઘેલાના બંગલામાં નેપાળી દંપતિ હાથ સાફ કરી પલાયન

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાન વસંત વગડામાં ઘરઘાટી તરીકે કામ કરતું નેપાળી દંપતી ૧ર તોલા સોનું અને રોકડા રૂ.બે લાખ લઈ ફરાર થઈ ગયું છે. ગત ઓક્ટોબરમાં ચોરી કર્યા બાદ નેપાળી દંપતી બાળકોને એડમિશન અપાવવા માટે જવાનું કહીને નેપાળ ફરાર થઈ ગયું હતું. પેથાપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. બીજીબાજુ, શંકરસિંહ વાઘેલાના ઘરમાં ચોરીના બનાવને પગલે ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. શંકરસિંહ વાઘેલાના ગાંધીનગર-રાંધેજારોડ પર આવેલા વસંત વગડા નામના બંગલામાં ચાર વર્ષથી બાસુદેવ નેપાળી ઉર્ફે શંભુ ગુરખા અને તેની પત્ની શારદા ઘરઘાટી તરીકે કામ કરતાં હતાં. દંપતી તેમનાં બાળકો સાથે વસંત વગડામાં જ રહેતું હતું. ગયા વર્ષના ઓક્ટોબરમાં બાળકોને ભણવા મૂકવાનું કહીને પતિ-પત્ની નેપાળ ગયાં હતાં. તો બીજી તરફ શંકરસિંહે બહેનના દીકરાનાં લગ્ન હોવાથી વ્યવહાર માટે બે લાખ અને ૧ર તોલા સોનાના દાગીના ઘરમાં મૂક્યા હતા. તા.૭ ફેબ્રુઆરી, ર૦૧૯એ લગ્ન પ્રસંગ આવતાં ઘરમાં રહેલ રોકડ અને દાગીના મળ્યાં ન હતાં. દાગીના અને રૂપિયા મળી નહીં આવતાં તેમના ઘરના તમામ નોકરોની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જે રૂમમાં ચોરી થઈ છે તેની સાફસફાઈ શંભુ અને તેની પત્ની કરતાં હતાં. શંકરસિંહ અને તેમના ઘરના સભ્યોને શંકા જતાં તેને ફોન કરીને પરત બોલાવ્યો હતો. શંભુએ થોડાક દિવસોમાં પાછો આવી જઇશ તેમ કહીને ફોન મૂકી દીધો હતો. થોડાક સમય સુધી રાહ જોયા બાદ શંભુ અને તેની પત્ની પરત નહીં આવતાં વસંત વગડાના પર્સનલ ઓફિસર તરીકે નોકરી કરતા સૂર્યસિંહ ચાવડાએ આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. શંકરસિંહ વાઘેલાના ઘરમાં ચોરી થવાના સમાચાર મળતાંની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Related posts

અખિલ ભારતીય માથુર વૈશ્ય મહાસભા મંડળ પરિષદ દ્વારા ગુજરાત મંડળ અંતર્ગત વિરમગામ શાખા દ્વારા સન્માન સમારોહ યોજાશે

aapnugujarat

गोमतीपुर में साले ने बहनोई पर चाकू से हमला किया

aapnugujarat

૬.૫૦ લાખના મોબાઇલની સાથે મોબાઇલ ચોર ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1