Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી ત્રણ દર્દીના મોત

ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હતા અને ૪૭ નવા કેસ આજે એક જ દિવસમાં સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ સ્વાઈન ફ્લુથી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. બીજ બાજુ એકલા અમદાવાદમાં આજે સ્વાઈન ફ્લુના ૧૨ નવા કેસ નોંધાયા હતા. સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો આ વર્ષે વધીને ૧૨૭ ઉપર પહોંચી ગયો છે જ્યારે દર્દીઓની સંખ્યા ૪૨૯૬ થઇ ગયો છે. ગુજરાતમાં આજે પણ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસો સૌથી વધુ નોંધાયા છે. ગત રવિવારે અમદાવાદ મનપામાં સાત કેસ નોંધાયા હતા. અમદાવાદ સહિત જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે વિવિધ પગલાં લેવાઈ રહ્યા હોવા છતાં દરરોજ નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. સોમવારે વધુ ત્રણ લોકોના મોત સાથે મૃતકોની સંખ્યા પણ ૧૨૭ ઉપર પહોંચી ગઈ છે. પહેલી જાન્યુઆરીથી લઈને હજુ સુધી કુલ દર્દઓમાંથી ૩૬૧૭ જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. ૩૬૦ લોકો રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં હજુ સારવાર હેઠળ છે. સ્વાઈન ફ્લુના સૌથી વધુ દર્દીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા છે જે પૈકી મોતનો આંકડો પણ અમદાવાદમાં સૌથી વધારે નોંધાયો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુનો હાહાકાર રહ્યો છે. રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. આજના આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફ્લુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૧૨૦૦ ઉપર પહોંચી હતી. જ્યારે અમદાવાદમાં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આજે અમદાવાદમાં વધુ બેના મોત થયા હતા. સૌથી વધારે દર્દીઓ સુરત અને અમદાવાદ મહાનગરપાલિકા ક્ષેત્રમાં છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવત રીતે જારી રહેતા હવે સ્કુલ અને કોલેજો માટે પણ આરોગ્ય ચેતવણી જારી કરાઈ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને અન્યત્ર વિસ્તારોમાં સ્વાઈન ફ્લુનો આતંક વધારે જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે.

Related posts

ભાજપ સરકારની બેદરકારી ગુજરાતના દરિયાકિનારાને ડ્રગ્સનો અડ્ડો બનાવ્યો : મોઢવાડિયા

editor

મહિસાગર જંગલમાં દેખાયેલ વાઘને લઇ સાવચેતી રખાશે

aapnugujarat

પાંચ દિવસ બાદ રસીનો જથ્થો મળતા ઝુંબેશ ફરી શરુ

editor

Leave a Comment

UA-96247877-1