Aapnu Gujarat
રાષ્ટ્રીય

પૂર્વ ઉત્તર પ્રદેશમાં હાર્દિક, પશ્ચિમમાં ચંદ્રશેખર સાબિત થઈ શકે છે કોંગ્રેસના ટ્રમ્પ કાર્ડ

સક્રિય રાજકારણમાં એન્ટ્રી બાદ પ્રિયંકા ગાંધી ફ્રન્ટફુટ પર રમી રહ્યા છે. પોતાની રણનીતિથી તેઓએ માત્ર ભાજપ જ નહીં બીએસપીના પણ શ્વાસ પણ અદ્ધર કરી દીધા છે. પ્રિયંકાએ પૂર્વ ઉત્તર પ્રદેશમાં કુર્મીઓને સાધવા માટે હાર્દિક પટેલને પોતાની પાર્ટીમાં સામેલ કરાવી લીધો છે તો પશ્ચિમ માટે ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર પર આશા માંડીને બેઠા છે. રાજકીય એક્સર્પટસનું કહેવું છે કે બંને નેતા કોંગ્રેસ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.લખનઉના સિનિયર પત્રકાર રાજકુમાર સિંહનું કહેવું છે કે, બિલકુલ અસર થશે. ચંદ્રશેખર દલિત યુવાઓની વચ્ચે ઘણા લોકપ્રિય છે અને તેની અસર પણ છે. હજુ સુધી જોવામાં આવ્યું છે કે કોંગ્રેસની પાસે પીએલ પુનિયા સિવાય કોઈ તાકાતવાન દલિત ચહેરો પ્રદેશમાં નહોતો. ભલે ચંદ્રશેખર કોંગ્રેસની સાથે ન આવે પરંતુ જે કંઈ થયું છે તેનાથી પણ તેમનું સમર્થન પાર્ટીને મળશે અને ફાયદો પણ.સિંહ કહે છે કે, બીજી તરફ હાર્દિકની વાત કરવામાં આવે તો હાલના સમયમાં તે ઘણા ચર્ચામાં રહે છે. ઓબીસી યુવાઓ માટે કોઈ આયકોનથી ઓછા નથી. અગાઉની ચૂંટણીમાં ભાજપને સાથ આપનારી પછતા જાતિઓ હવે ભાજપથી નારાજ છે અને તેઓએ હાર્દિકના નામ પર એકજૂથ થવાની તક મળશે.તેમનું કહેવું છે કે, પ્રિયંકા પોતે કોંગ્રેસ માટે એક રીત તાજગી લઈને આવ્યા છે. જો બિન યાદવ, પછાત અને ચંદ્રશેખર દ્વારા દલિતોનું સમર્થન મળે છે તો તેમને મુસલમાન અને બ્રાહ્મણ મતોને પોતાની તરફ ખેંચવામાં સરળતા રહેશે.હાર્દિક પટેલનો ઉપયોગ કોંગ્રેસ પાર્ટી કુર્મી સીટો પર કરશે. ઉત્તર પ્રદેશમાં કુર્મી જાતિના મતદારો મિર્જાપુર, સોનભદ્ર, બરેલી, ઉન્નાવ, જાલૌન, ફતેહપુર, પ્રતાપગઢ, કૌશાંબી, અલાહાબાદ, સીતાપુર, બહરાઇચ, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર, બસ્તી, સંત કબીર નગર અને સેન્ટ્રલ ઉત્તર પ્રદેશમાં કાનપુર, અકબરપુર, એટા, બરેલી અને લખીમપુર જિલ્લામાં સૌથી વધુ છે. ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે થોડા દિવસો પહેલા પૂર્વાંચલમાં કેટલીક રેલીઓ કરી છે.બીજી તરફ, ૧૩ માર્ચે પ્રિયંકા ગાંધી ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરને મળવા મેરઠની હોસ્પિટલ પહોંચ્યા હતા. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પશ્ચિમ યૂપીના દલિતાોમાં મોટા લીડર બનીને ઉભરી રહ્યા છે. તેઓ દલિત આંદોલનનો મોટો ચહેરો બનની ઉભર્યા છે. તેમની સાથે મુસ્લિમ પણ જોડાયા છે. માયાવતીનું માનવું છે કે ચંદ્રશેખરનો ઉદય તેમની રાજકીય જમીનને નબળી કરી શકે છે. એવામાં માયાવતીએ ક્યારેય તેમને સ્વીકાર્યા નથી. એવામાં હવે ચંદ્રશેખર અને પ્રિયંકાની મુલાકાતે રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

Related posts

हुर्रियत नेताओं ने उड़ाए पाक से मिले १५०० करोड़ रुपये

aapnugujarat

सवाल केवल धारा 370 हटाने का नहीं है, यह अमानवीय तरीके से किया गया : उर्मिला

aapnugujarat

पाकिस्तान शांति चाहता है तो आतंकी भेजना बंद करे : रावत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1