Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

રેશ્મા પટેલે ભાજપ સાથે છેડો ફાડ્યો

પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલાં રેશ્મા પટેલે અંતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રેશ્માએ રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેઓએ કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. રેશ્માએ કહ્યું હતું કે, ભાજપને પાડી દેવા એક થઈને લડવું પડશે. ભાજપ માત્ર ને માત્ર કાર્યકરો પાસે માર્કેટિંગ જ કરાવે છે. રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મેં ઉપલેટાને મારું ચુંટણી સેન્ટર બનાવ્યું છે. હું પોરબંદરથી લોકસભા અને માણાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ અને જો કોઈ રાજકીય પક્ષ મને ટિકિટ નહીં આપે કે પછી ગઠબંધનમાં તક નહીં મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડીશ, જેનાં માટે મેં લોકસંપર્ક અને સરપંચ સંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે. રેશ્માએ ભાજપ પ્રમુખ અમિત શાહ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પાર્ટી કાર્યકરો અમિત શાહની તાનાશાહીથી થાકી ગયા છે અને કાર્યકરોને માત્ર મજૂરીયા બનાવી ગધા મજૂરી જ કરાવવામાં આવે છે. રેશ્માએ હાર્દિક પટેલને પોતાનો સંપૂર્ણ ટેકો છે તેમ જણાવી જ્યાં જ્યાં હાર્દિક ચૂંટણી પ્રચારમાં જશે ત્યાં હું જઈશ અને તેનાં સમર્થનમાં પ્રચાર પણ કરીશ.

Related posts

इन्फ्रास्ट्रक्चर से पहले जनमित्र कार्ड प्रोजेक्ट की घोषणा से विवाद

aapnugujarat

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૧૮૬ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામવાની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1