Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામવાની આગાહી

ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે એવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે. જેથી આવતીકાલ બુધવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આ સિવાય હવામાન વિભાગે એવા પણ સંકેતો વ્યક્ત કર્યા છે કે, અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે. સાથે જ ગુરુવારથી નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જેથી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, હવામાન વિભાગે ફરીથી રાજ્યમાં વરસાદને લઈને મહત્વના સંકેતો આપ્યા છે. રાજ્યમાં આવતીકાલ બુધવારથી વાતાવરણમાં પલટો આવી શકે છે. જે બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં આવતીકાલથી વરસાદી માહોલ જામશે અને ભારેથી હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૭ સપ્ટેમ્બરના રોજ એક સરક્યુલેશન સક્રિય થશે. ૮મી સપ્ટેમ્બરના રોજ લો પ્રેશર સક્રિય થશે અને રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જે બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય બુધવારે દમણ, દાદરાનગર હવેલી, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો ગુરુવારે તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે. મહત્વનુ છે કે, હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. ત્યારે વરસાદની વકી રહેલી હોય છે. જેથી આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે.

Related posts

વીએસ હોસ્પિટલની ઐતિહાસિક બિલ્ડિંગને તોડવા સામે મનાઈ હુકમ

aapnugujarat

અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પ્રોજેક્ટ આગામી જૂન મહિનામાં થશે પૂરો

aapnugujarat

ગુજરાતમાં મે-જૂનમાં યોજાઇ શકે છે વિધાનસભાની ચૂંટણી, ભાજપે તૈયારી શરૂ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1