Aapnu Gujarat
રમતગમત

વિશ્વકપ દૂર, અત્યારે આ જીતનો આનંદ લેવાનો સમય : ખ્વાજા

ઓસ્ટ્રેલિયાની ટીમના ઓપનિંગ બેટ્‌સમેન ઉસ્માન ખ્વાજાનું કહેવું છે કે તેના માતે ભારતને તેની ધરતી પર પરાજય આપવો મોટી સિદ્ધિ છે અને તે વિશ્વકપ વિશે વિચારવાનીજ ગ્યાએ આ જીતનો આનંદ ઉઠાવવાનો સમય છે. ડાબા હાથના આ ઓપનિંગ બેટ્‌સમેને ઓસ્ટ્રેલિયાની ટીમે સિરીઝમાં ૦-૨થી પાછળ રહ્યાં બાદ વાપસી કરતા ૩-૨થી જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
ખ્વાજાએ ૫ મેચોમાં ૫૦, ૩૮, ૧૦૪, ૯૧ અને ૧૦૦રનની ઈનિંગ રમી હતી. ખ્વાજાને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે કહ્યું, આ જીત ખુબ મોટી છે. ભારતમાં સિરીઝ જીતવી મોટી વાત છે. અહીં આવીને રમવું મુશ્કેલ હતું અને તે પણ એક સારી ટીમ વિરુદ્ધ. તેણે અમને ઓસ્ટ્રેલિયામાં પરાજય આપ્યો હતો, તેથી ૨ મેચોમાં મળેલી હાર બાદ વાપસી કરતા સતત ૩ મેચ જીતીને સિરીઝ જીતવી શાનદાર છે.
તેણે કહ્યું, અમે અત્યારે સારી રમી રહ્યાં છીએ. અમે આ સમયે માત્ર સિરીઝનો આનંદ ઉઠાવશું. અમારે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ વનડે રમવાના છે જે એક સારી ટીમ છે. અમારા માટે આગળ જોવું જરૂરી નથી, અમે પહેલા આ જીતનો આનંદ ઉઠાવવા માગીએ છીએ.
તે પૂછવા પર કે શું આ પ્રકારનું શાનદાર પ્રદર્શન ઓસ્ટ્રેલિયાને વિશ્વકપના ટાઇટલનો બચાવ કરવામાં દાવેદાર બનાવે છે તો ખ્વાજાએ કહ્યું, મને ખાતરી નથી. વિશ્વકપ હજુ ઘણો દૂર છે. અમે સારૂ રમ્યા છીએ. આગળ વધતા તેનું મહત્વ હોતું નથી. કેટલાક નવા મેચ હશે, નવી ટીમ હશે અને નવી પિચ હશે.

Related posts

कप्तान विराट की तरह बनना चाहते हैं पाकिस्तानी क्रिकेटर: यूनिस खान

aapnugujarat

अश्वेत होने पर बेहद गर्व : सैमी

editor

कप्तान बना तो डरा हुआ था : कपिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1