Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ફાઇટ ટુ ફિનિશ જંગ

દિલ્હીના ઐતિહાસિક ફિરોજશાહ કોટલા મેદાન ખાતે આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચ રમાનાર છે. આને લઇને ભારે રોમાંચની સ્થિતી છે. કારણ કે બંને ટીમોએ હજુ સુધી બે બે મેચો જીતી છે. જેથી આ મેચ ફાઇટ ટુ ફિનિશ સમાન રહેનાર છે. ઓસ્ટ્રેલિયાની ટીમના બેટ્‌સમેનો જોરદાર ફોર્મમાં આવી ગયા છે. જેથી ભારતીય ટીમને સાવધાન રહેવાની ફરજ પડશે. ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ જીત મેળવી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે ૩૫૮ રન કર્યા હતા. પરંતુ ઓસ્ટ્રેલિયાએ છ વિકેટ ગુમાવીને ૩૫૯ રન બનાવીને આ મેચ જીતી લીધી હતી. હેન્ડસકોમ્બે ૧૧૭, ખ્વાજાએ ૯૧ રન કર્યા હતા.ટર્નરે અણનમ ૮૪ રન કર્યા હતા. આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ નૈતિક જીત પણ મેળવી હતી. ભારતીય ટીમમાં એક બે ફેરફારો કરવામાં આવે તેવી વકી છે. દિલ્હી મેચને લઇને જોરદાર ક્રિકેટ ફિવર છે. શરૂઆતની બંને મેચો જીતી લીધા બાદ ભારતીય ટીમ શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી હતી. જો કે ત્યારબાદ ઓસ્ટ્રલિયાએ જોરદાર વાપસી કરીને બાકીની બંને મેચો જીતી લીધી હતી. જેથી શ્રેણી જીતવા માટે ભારતીય ટીમ પર જોરદાર દબાણ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા તૈયાર છે. આના માટે જોરદાર પ્રેક્ટીસ પણ કરવામાં આવી ચુકી છે. ડેનાઇટ મેચ હોવાના કારણે મેચનુ પ્રસારણ આવતીકાલે ૧.૩૦ વાગ્યાથી શરૂ કરવામાં આવનાર છે. હાલમાં ટ્‌વેન્ટી મેચોની શ્રેણી પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ ૨-૦થી જીતી લીધા બાદ ભારતીય ટીમ ઉપર વનડે શ્રેણીમાં જોરદાર દેખાવ કરવાનું દબાણ છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ જોરદાર દેખાવ કરવા માટે આશાવાદી છે. હાલમાં જ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી હતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે ટ્‌વેન્ટી શ્રેણીમાં ભારત ઉપર જીત મેળવી લીધા બાદ પાંચ મેચોની શ્રેણી ખુબ રોમાંચક રહી છે. સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે. ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ દેખાવ કરવા તૈયાર છે.
આ ટીમમાં પણ અનેક આક્રમક ખેલાડી છે. જેમાં શોન માર્શ, ગ્લેન મેક્સેલનો સમાવેશ થાય છે. મેક્સવેલના શાનદાર દેખાવના લીધે જ ઓસ્ટ્રેલિયાએ ટ્‌વેન્ટી શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. બંને મેચોમાં મેક્સવેલ છવાયેલો રહ્યો હતો. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ ઉપર પણ નજર રહેશે. વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા પાસે પાંચ વનડે મેચો બચી છે. આ સિરિઝને વર્લ્ડકપ માટે ડ્રેશરિહર્સલ તરીકે ગણવામાં આવે છે. આનાથી ટીમ ઇન્ડિયા માટે ચિત્ર સ્પષ્ટ થશે. મેચને લઇને તમામ તૈયારી કરાઇ છે. છેલ્લી મેચમાં ભારતીય બોલરોનો ફ્લોપ શો રહ્યો હતો. જેથી વિરાટ કોહલીની ચિંતા વધી ગઇ છે. હાઇ સ્કોરિંગ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેનો ભારત કરતા વધારે સારી બેટિંગ કરી ગયા હતા.

Related posts

તેજપ્રતાપ ઘાઘરા-ચોળી પહેરીને રાધા બનતા હતા : ઐશ્વર્યા

aapnugujarat

PM मोदी का भूटान में भव्य स्वागत

aapnugujarat

न्यूजीलैंड ने पाकिस्तान को पारी और 176 रनों से हराया

editor

Leave a Comment

UA-96247877-1