Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીજી,રાફેલ ડીલમાં મોડું કરનારી તમારી જ સરકાર છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લડાકુ વિમાન રાફેલ ડીલ ન કરવા અંગેના આરોપોનો જવાબ આપ્યો છે. રાહુલે પીએમને કહ્યું કે, રાફેલ ડીલમાં મોડું કરનારી સરકાર તમારી જ છે. રાહુલે ટિ્‌વટર પર પોસ્ટ કરીને પીએમને જવાબ આપ્યો છે. રાહુલે આ અંગે ટિ્‌વટ કરીને પીએમને પૂછ્યુ કે તમને શરમ નથી આવતી? તમે ૩૦ હજાર કરોડ રૂપિયા ચોરી કરી તમારા મિત્ર અનિલ અંબાણીનું ખિસ્સુ ભરી દીધું છે. રાફેલ વિમાનો લાવવામાં મોડું થવાનું કારણ તમને સારી રીતે ખબર છે. તમારા જ કારણે વિંગ કમાંડર અભિનંદન જેવા ભારતીય વાયુસેનાનાં પાયલટને પોતાનો જીવ જોખમમાં મુકીને જુના વિમાનો ઉડાવવા પડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, રાફેલની ખામી આજે પણ દેશને મહેસૂસ થાય છે. આજે એક એક હિન્દુસ્તાન એક સ્વરમાં કહી રહ્યો છે કે આજે જો આપણી પાસે રાફેલ હોત તો કદાચ વધુ સારા પરિણામ આવી શકત. રાફેલ પર પહેલા સ્વાર્થનીતિ અને હવે રાજનીતિનાં કારણે દેશને ઘણું નુકસાન થયુ છે. મોદીના નિવેદન બાદ રાહુલે આ પ્રકારનાં પ્રહાર કર્યા છે.

Related posts

ભારતમાં દારૂનો વપરાશ બમણો

aapnugujarat

ઘર બનાવનારને જ મોદીએ બહાર કર્યા : અડવાણી, જોશીની અવગણના મુદ્દે કેજરીવાલનાં પ્રહારો

aapnugujarat

કોંગ્રેસમાંથી ઉઠી પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવવાની માગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1