Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અંકુશરેખા પર પાકિસ્તાની ગોળીબારથી દહેશત

જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા પર પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ યથાવત રીતે જારી રાખવામાં આવ્યો છે. પાકિસ્તાની સેનાએ આજે સતત પાંચમાં દિવસે પણ અંકુશરેખા પર ગોળીબાર જારી રાખ્યો હતો. આજે રાજ્યના નવસેરામાં સરહદ પારથી વહેલી પરોઢે ગોળીબાર શરૂ કરવામાં આવ્યા બાદ મોડી સાંજ સુધી ગોળીબાર જારી રાખવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતની તરફથી પાકિસ્તાનમાં ખેબર પખ્તૂનખ્વા પ્રાંતના બાલાકોટમાં જૈશના ત્રાસવાદી કેમ્પો પર ભારતના હવાઈ હુમલા બાદ સરહદ પારથી ગોળીબાર પાકિસ્તાને વધારી દીધો છે. શુક્રવારે મોડી રાત્રે પૂંચ જિલ્લાના કૃષ્ણાઘાટી સેકટરમાં ભારે ગોળીબાર કરાયો હતો. જેમાં એક યુવતી અને બે બાળકોના મોત થયા હતા. બીજી બાજુ સૈનિકો સહિત અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. ગોળીબારમાં ભારતના પક્ષે ચારના મોત થઈ ચુક્યા છે. સૈનિક પ્રવક્તાએ કહ્યું છે કે પાકિસ્તાનના નાપાક ઈરાદા જારી રાખવામાં આવ્યા છે. આજે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ નાના હથિયારોથી ગોળીબાર કરાયો હતો. ભારતીય જવાનોએ પણ જોરદાર કાર્યવાહી કરી હતી. આજે શનિવારના દિવસે પણ સ્કુલો બંધ રાખવામાં આવી હતી. સુરક્ષા દળોએ અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર તકેદારીને વધારી દીધી છે. જે ત્રણ લોકોના મોત થયા છે તેમાં પૂંચ જિલ્લાના સલોત્રી ગામની ૨૪ વર્ષીય મહિલા રૂબાના, તેમના પુત્ર ફજાન અને નવ મહિનાની પુત્રી શબનમનો સમાવેશ થાય છે. જ્યારે પતિ મોહંમદ યુનુસને ઈજા થઈ છે. સરહદ ઉપર સ્થિત કેટલાક લોકો અન્યત્ર ખસી ગયા છે. મોટી સંખ્યામાં લોકો હિજરત પણ કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ છેલ્લા એક સપ્તાહના ગાળા દરમિયાન ૬૦થી પણ વધુ વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. તમામ એમ્બ્યુલન્સને તૈયાર રાખવામાં આવી છે. જરૂરીયાતવાળા લોકોને મદદ પણ કરવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં પૂંચ, જમ્મુ, રાજૌરી, બારામુલાના અગ્રિમ ચોકીઓને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાને હુમલા જારી રાખ્યા છે. અધિકારીઓએ કહ્યુ છે કે પાકિસ્તાની સેનાએ રાત્રી ગાળા દરમિયાન ગોળીબાર જારી રાખ્યો છે. પાકિસ્તાની ગોળીબારમાં ત્રણ નાગરિકોના મોત થયા છે. આજે અધિકારીઓએ આ અંગેની માહિતી આપી હતી. પાકિસ્તાની સેનાએજમ્મુ કાશ્મીરમાં પૂંચ અને રાજૌરીમાં અંકુશરેખા ઉપર જોરદાર ગોળીબાર ગઇકાલે પણ કર્યો હતો. યુદ્ધવિરામનો ભંગ કરીને નાના અને મોટા હથિયારો સાથે ગોળીબાર કરવામાં આવ્યો હતો. વારંવાર યુદ્ધવિરામના ભંગ બાદ ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો હતો.
પૂંચના સુંદરબાની, ખાડીકરમારા, દેગવાર સેક્ટરમાં ગોળીબાર કરવામાં આયો હતો. આ ઉપરાંત આ વિસ્તારમાં મોર્ટારનો મારો ચલાવવામાં આવ્યો હતો. ગોળીબારના કારણે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. આજે સવારથી જ ગોળીબાર શરૂ થયા બાદ મોડી સાંજ સુધી ગોળીબાર જારી રહ્યો હતો.

Related posts

छपरा में गैस सिलेंडर फटने से घर में लगी भयंकर आग, 2 बच्चों की मौत

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં દરેક સીટો ભાજપની યોજના તૈયાર

aapnugujarat

ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્ક પર દશેરાની રેલી માટે મંજૂરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1