Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

લાદેનના પુત્ર સંદર્ભે માહિતી આપનારાને ૧૦ લાખ ડોલર

અમેરિકાએ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠન અલકાયદાના લીડર રહેલા ઓસામા બિન લાદેનના પુત્ર હમજા બિન લાદેન અંગે માહિતી આપનારને ૧૦ લાખ ડોલરનુ ઇનામ આપવાની જાહેરાત કરી છે. અમેરિકાએ કહ્યુ છે કે હમજા પોતાના પિતાના મોતનો બદલો લેવા અમેરિકામાં હુમલા કરવાની યોજના ધરાવે છે. હુમલાના ખતરનાને ધ્યાનમાં લઇને આ મોટા ઇનામની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ છે કે આજે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. હમજા હાલમાં અમેરિકા અને તેમના સાથી દેશો પર હુમલા કરવાની યોજના ધરાવે છે. તે હુમલા કરવાની યોજના ધરાવે છે. અમેરિકાએ ત્રાસવાદની સામે ઓપરેશન જારી રાખ્યુ છે. અમેરિકા દરેક પ્રકારના હથિયારોના ઉપયોગની મંજુરી આપે છે. અમેરિકા પોતાના કામની જવાબદારીને લઇને સંપૂર્ણ પણે કટિબદ્ધ છે. અલકાયદાની પાસે અમેરિકા પર હુમલા કરવાની ક્ષમતા હજુ પણ રહેલી છે. સાથે સાથે તે ઇરાદા પણ ધરાવે છે. તમામ લોકો માને છે કે અમેરિકા નેવીના સીલ કમાન્ડોએ પાકિસ્તાનના એબટાબાદમાં એક હવાઇ ઓપરેશન હાથ ધરીને લાદેનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ભારતે ત્રાસવાદીઓના કેમ્પને પાકિસ્તાનમાં ઘુસીને ફુંકી માર્યા બાદ વિશ્વના દેશો ત્રાસવાદના મામલે એક સુરમાં વાત કરી રહ્યા છે. આનો સંકેત હવે અમેરિકાએ આપ્યો છે. અલકાયદાના લીડર ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેને થોડાક દિવસ પહેલા જ લગ્ન કરી લીધા હતા. ૯-૧૧ આતંકવાદી હુમલા માટે વિમાન અપહરણ કરનાર મોહમ્મદ અટ્ટાની પુત્રી સાથે હમઝાએ લગ્ન કર્યા હતા. ઓસામાના પરિવાર તરફથી આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે.

Related posts

ટ્રમ્પની ટિપ્પણી પર ભડક્યું તાલિબાન, વધુ હિંસક કાર્યવાહીની આપી ધમકી

aapnugujarat

चारधाम यात्रा : २० दिनों में १७ श्रद्धालुओं की मौत हुई

aapnugujarat

દેશ છોડતાં પહેલાં હું જેટલીને મળ્યો હતો : માલ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1