Aapnu Gujarat
Uncategorized

ઓખાના દરિયામાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ, માછીમારી બોટોનું ચેકિંગ

પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો અને તે પછીના તેના વળતા પ્રહારમાં ભારતીય વાયુદળે કરેલી એરસ્ટ્રાઇક બાદ સરહદે તંગદલીભરી સ્થિતી સર્જાઇ છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ કચ્છની રણ અને દરિયાઇ સરહદે આર્મીની તહેનાતી શરૂ કરી દેવાઇ છે.
આ ઉપરાંત દ્વારકા મંદિર આતંકવાદીઓના હીટલિસ્ટમાં હોવાથી મંદિર અને દરિયાની સાથે ઓખાના દરિયામાં પણ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આ સાથએ જામનગરની આસપાસના માનવ વસ્તી વગરના ૯ ટાપુ પર વોચ ગોઠવી દેવાઈ છે. પોરબંદરમાં પણ દરિયામાં નજર રાખવા માટે ડ્રોન તહેનાત કરાયું છે.
સોમનાથ મંદિરનું સુરક્ષા પણ એનએસજી કમાન્ડોને સોંપાઈ છે. બનાસકાંઠાના સરહદી વસિતારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જરૂરી દવાનો પૂરતો જથ્થો સ્ટોક કરી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત સરકારે એર સ્ટ્રાઇક પછી તરત જ હાઇ લેવલ મિટિંગ બોલાવીને સરહદો અને આંતરિક સલામતી અંગે પરામર્શ કર્યો હતો.
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો અને તે પછીના તેના વળતા પ્રહારમાં ભારતીય વાયુદળે કરેલી એરસ્ટ્રાઇક બાદ સરહદે તંગદલીભરી સ્થિતી સર્જાઇ છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ કચ્છની રણ અને દરિયાઇ સરહદે આર્મીની તૈનાતી શરૂ કરી દેવાઇ છે. આ તરફ બુધવારે ભારતની હવાઇસીમામાં ઘુસી આવેલ પાકના એફ-૧૬ ફાઇટર વિમાનને તોડી પડાયા બાદ વાયુદળને પણ સાબદું કરી દેવાયું છે. ભુજ અને ભાનાડા એરફોર્સ મથકને કોઇ પણ આપાતકાલિન સ્થિતી સર્જાય તો તેને પહોંચી વળવા સતર્ક રહેવા જણાવી દેવાયું છે.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સરહદી ગામડાંના માણસો પણ જો યુદ્ધ થાય તો દો-દો હાથ કરવા તેમજ સેનાની મદદ કરવા તૈયાર છે. ભારત પાકિસ્તાનની તણાવભરી પરિસ્થિતિને લઇ કસ્ટમ રોડ પર વાવ પોલીસ તેમજ બીએસએફ જવાનો દ્વારા વાહન ચેકિંગ કરાઇ રહ્યું છે.
ભારત પાકિસ્તાન સરહદે આવેલ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના પાકિસ્તાન સરહદને અડીને આવેલા ચતરપુરા, અસારા, ચોથારનેસડા, રાધાનેસડા, માવસરી, રાછેણા, લોદ્રાણી જેવા ગામડાંના લોકો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો લડવા તેમજ સેનાની મદદ કરવા તત્પર બન્યા છે અને પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઇએ તેમ કહી રહ્યા છે.
હજીરા અને મગદલ્લા ખાતે આવેલી વિશાળકાય કંપનીઓ-પોર્ટની સુરક્ષાને ધ્યાને લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી સુરક્ષા એજન્સીને ઍલર્ટ રહેવાની સૂચના બંદર અધિકારી તરફથી આપવામાં આવી છે.

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાના વડગામમાં દ્વિતીય સર્વધર્મ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કાર્યક્રમ પૂર્ણ

aapnugujarat

Photo Exhibit Puts Talents, Emotion On Display

aapnugujarat

પડધરી તાલુકામાં વિકાસના વિવિધ કામો મંજુર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1