Aapnu Gujarat
રમતગમત

ક્રિકેટની ભલાઈ માટે આઈસીસીનો પ્રતિબંધ મંજૂર : સનથ જયસૂર્યા

શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાએ કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) દ્વારા લગાવવામાં આવેલા બે વર્ષના પ્રતિબંધને રમતની ભલાઈ માટે સ્વીકાર કરે છે. આઈસીસીએ જયસૂર્યાને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધો છે. આઈસીસીએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, જયસૂર્યાએ આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી એકમની બે કલમના ઉલ્લંઘન કરવાનો દોષિ ઠેરવવામાં આવ્યો હતો.
વેબસાઇટને જયસૂર્યા દ્વારા જાહેર કરાયેલા નિવેદનના હવાલાથી લખ્યું છે, મને જે સજા આપવામાં આવી છે, તેને હું ક્રિકેટ પ્રત્યે પ્રેમને ખાતર, તેની ભલાઈ અને ઈમાનદારીને બનારી રાખવા માટે સ્વીકાર કરુ છું. જયસૂર્યા પર લાગેલો પ્રતિબંધ શ્રીલંકામાં એસીયૂના ભ્રષ્ટાચાર વિરોધી તપાસનો એક ભાગ છે. એસીયૂએ હાલમાં શ્રીલંકન ક્રિકેટના સંબંધમાં એક માફી યોજનાનું આયોજન કર્યું હતું, જેના પરિણામસ્વરૂપ ૧૧ ખેલાડી સામે આવ્યા હતા.

Related posts

વન-ડે રેન્કિંગમાં બાબર આઝમ ટોચના સ્થાને પહોંચ્યો

editor

ઓસ્ટ્રેલિયન ઓપન : નડાલ ફાઈનલમાં

aapnugujarat

Azharuddin elected as President of Hyderabad Cricket Association

aapnugujarat

Leave a Comment

UA-96247877-1