અનુષ્કા શર્મા હવે નવી ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે નજર પડનાર છે. રિંગ નામની ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. આ ફિલ્મ ૧૧મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. અનુષ્કા અગાઉ પણ શાહરૂખની સાથે કામ કરી ચુકી છે. હવે તે ફરી એકવાર તેની સાથે કામ કરનાર છે. પ્રાપ્ત હેવાલ મુજબ પોતાની લવ સ્ટોરી માટે જાણીતા રહેલા ઇમ્તિયાજ અલી શાહરૂખ અને અનુષ્કા શર્માને લઇને ફિલ્મ બનાવી રહ્યા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે અનુષ્કા શર્માએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત પણ શાહરૂખની સાથે રબને બનાદી જોડી સાથે કરી હતી. આદિત્ય ચોપડાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ત્યારબાદ ફિલ્મ નિર્માતા યશ ચોપડાની ફિલ્મ જબ તક હે જાનમાં પણ આ બન્નેની જોડી ચમકી હતી. અનુષ્કા શર્માએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે તે વધુને વધુ ફિલ્મો શાહરૂખ સાથે કરવા માટે ઇચ્છુક હતી. ખાસ કરીને રોમેન્ટિક ફિલ્મ શાહરૂખ સાથે કરવા માટે તે ઉત્સુકછે. ઇમ્તિયાજ અલી રોમેનિટક ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા છે. હવે શાહરૂખને લઇને ફિલ્મ બનાવાઇ રહી છે. તમાશા ફિલ્મના નિર્દેશક છેલ્લા કેટલાક સમયથી અનુષ્કા સાથે ફિલ્મ કરવા ઇચ્છુક હતા. અનુષ્કા શર્માએ કહ્યુ છે કે શાહરૂખ ખાન રોમાન્સના કિંગ તરીકે રહ્યો છે.
ઇમ્તિયાજ અલી વિતેલા વર્ષોમાં અનેક મોટી ફિલ્મો બનાવી ચુક્યા છે. જેમાં રોમેન્ટિક કોમેડી ફિલ્મ જબ વી મેટનો સમાવેશ થાય છે. તમાશાના નિર્દેશક કેટલીક સારી ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. અનુષ્કા શર્માએ કહ્યુ છે કે ઇમ્તિયાજ ખુબ ખાસ વ્યક્તિ છે. હાલમાં તેઓ અનુષ્કાના પાત્રના સંબંધમાં પટકથા લખી રહ્યા છે. તમાશા ફિલ્મ પણ સફળ રહી હતી. ઇમ્તિયાજ મુળરીતે રણબીર કપુરને લઇને ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા છે.
પાછલી પોસ્ટ