Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકારે ફરી જવાનોને આપી મોટી ભેટ, માસિક ભથ્થામાં કર્યો વધારો

પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે અર્ધલશ્કરી દળોને બીજી મોટી ભેટ આપી છે. અહેવાલો અનુસાર ગૃહ મંત્રાલયે રવિવારે જાહેરાત કરી હતી કે સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ ફોર્સ (સીએપીએફ)ના અધિકારીઓ અને ઉપરની પોસ્ટ્‌સના અધિકારીઓને જોખમ અને કઠિનતાને ધ્યાનમાં રાખીને ભથ્થામાં વધારો કરવામાં આવશે.ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ અર્ધલશ્કરી દળોના ભથ્થા હવે દર મહિને ૯૭૦૦થી વધીને ૧૭૩૦૦ હજાર રૂપિયા કરવામાં આવ્યાં છે.
તેમજ અધિકારીઓને મળતું માસિક ભથ્થું ૧૬૯૦૦થી વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. તેનો લાભ જમ્મુ અને કાશ્મીરના ૧૧ અને નકસલ પ્રભાવિત ૮ જિલ્લાઓમાં પોસ્ટ કરવામાં આવેલા અર્ધલશ્કરી દળના કર્મચારીઓનાં જવાનોને મળશે.અગાઉ ૨૧ ફેબ્રુઆરીએ પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આદેશ આપ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરમાં પોસ્ટ કરાયેલા તમામ સુરક્ષા કર્મચારીઓને અને હવાઈ રસ્તાથી મોકલવામાં આવશે. આ સુવિધા આસામ રાયફલ્સ, બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એસએસબી અને એનએસજી સહિતના તમામ જવાનોને લાગુ પડશે.

Related posts

RBI recognizes Digital Locker platform & Digital Documents

aapnugujarat

Tomorrow is the last day of hearing in Ayodhya case : CJI Gogoi

aapnugujarat

“જો અમારી સરકાર બનશે તો ૩૦ દિવસમાં જ કાશ્મીરને સ્વતંત્રતા અપાવીશું” : ફારુક અબ્દુલ્લા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1