Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

“જો અમારી સરકાર બનશે તો ૩૦ દિવસમાં જ કાશ્મીરને સ્વતંત્રતા અપાવીશું” : ફારુક અબ્દુલ્લા

જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે, જો તેમની પાર્ટી સતા પર આવશે તો તેઓ પોતાના રાજ્યને સ્વતંત્રતા અપાવશે. જમ્મુ કાશ્મીરમાં આજથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે.
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, જો અમારી સરકાર બનશે તો પહેલા ૩૦ દિવસની અંદર જ અમે લોકો જમ્મુ કાશ્મીરમાં ક્ષેત્રિય સ્વાયત્તતા અપાવી દઈશું. ફારુખ અબ્દુલ્લા વારંવાર સ્વાયત્તતાનો મુદ્દો ઉઠાવતા રહે છે.નેશનલ કોન્ફરન્સની સરકારે વર્ષ ૨૦૦૦માં રાજ્ય વિધાનસભામાં સ્વાયત્તતાને લઈને એક ઠરાવ પસાર કર્યો હતો. પરંતુ કેન્દ્રની અટલ બિહારી વાજપેયીની સરકારે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં બીજેપી-પીડીપીના ગઠબંધનના ટુટવાને કારણે મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારપછી કોઈ પણ પક્ષ સરકાર બનાવવા માટે કોઈ ગઠબંધન કરવા માટે તૈયાર ન હતા. તેવામાં સૂબેમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ શાસન લાગું થયા પછી રાજ્યપાલની બધી જ રાજકીય તાકાત સંસદ પાસે જતી રહીં છે. હવે જમ્મુ કશ્મીર સાથે સંકળાયેલ કોઈ પણ નવા કાયદા બનાવવાનો અધિકાર હવે સંસદ પાસે હશે.

Related posts

બે દિવસમાં ભારતે બે પ્રખર કક્ષાના અંતરિક્ષ વૈજ્ઞાનિકો ગુમાવ્યા

aapnugujarat

डोकलाम : लंबे समय तक बने रहने की सेना की तैयारी

aapnugujarat

આર્કટિકના તીવ્ર પવનથી ઉત્તર ભારત ઠંડુગાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1