Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્ય પ્રદેશ : કમલનાથ સરકાર વિરોધમાં પાર્ટીના ૨૫થી વધારે મંત્રીઓએ સંગઠન રચ્યું

આગામી ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે અને મધ્ય પ્રદેશમાં નવી રચાયેલ કોંગ્રેસ સરકાર સામે સમસ્યાઓ વધતી જોવા મળી રહી છે. દેવા માફ યોજના સામે ખેડૂતોના રોષ પછી હવે કમલનાથ સરકારે તેના જ લગભગ ૨૫થી વધારે મંત્રીઓના રોષનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓએ પાર્ટી સામે બંડ પોકાર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અહી સુધી કે કમલનાથ સરકાર સામે પોતાનું ૨૫થી વધારે સભ્યોનું એક સંગઠન પણ બનાવી લીધું છે અને વારંવાર રાજ્ય સરકારનો વિરોધ કરતા નજર આવી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ સરકાર સામે બંડ પોકરી રહેલ આ એવા મંત્રીઓ છે, જે પહેલી વાર ચૂંટણી જીતીને સત્તામાં આવ્યા છે.
આ સંગઠનમાં કોંગ્રેસ પાર્ટી સિવાય તેની સમર્થન કરતી પાર્ટીઓના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. સૂત્રોની માહિતી મુજબ મધ્ય પ્રદેશની કમલનાથ સરકારમાં તેના જ ૨૮થી ૩૦ જેટલા મંત્રીઓએ સરકાર સામે બંડ પોકાર્યો છે. તેમના વિસ્તારોના સરકારી અધિકારીઓને બદલી તેમને પૂછ્યા વગર કરી હોવાના કારણે તેમનું માનવું છે કે આ મામલે રાજ્ય સરકાર દ્વારા તેમની અવગણના કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર માટે તેમના મંતવ્યોની કોઇ કિંમત નથી.

Related posts

रेल नीर : रेलवे प्रॉडक्शन बढाने ६००० करोड निवेश करेगा

aapnugujarat

ગોવાના મુખ્યમંત્રી તરીકે પારિકર જ રહેશે : શાહ

aapnugujarat

કોરોનાની લહેર સમાપ્ત થતાં અમે સીએએ લાવીશું : Amit Shah

aapnugujarat

Leave a Comment

UA-96247877-1