Aapnu Gujarat
બિઝનેસ

મોટી કંપનીઓમાં નવા જોબ ઉમેરાયા : અહેવાલ

રોજગારીને લઇને સામાન્ય લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે ત્યારે હાલમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા બે વર્ષથી નાની કંપનીઓમાં નોકરીમાં કાપ મુકવામાં આવી રહ્યો છે જ્યારે મોટી કંપનીઓમાં ખુબ ઝડપથી નવી ભરતી કરવામાં આવી રહી છે. ૧૬૧૦ જેટલી કંપનીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ૨૦૧૭-૧૮ના ગાળામાં જોબમાં ૩.૫ ટકાનો વધારો થયો છે. ૨૦૧૬-૧૭ના ગાળામાં હાંસલ કરવામાં આવેલા ૪.૨ ટકાના ગ્રોથ કરતા આ આંકડો ઓછો છે પરંતુ ૨૦૧૫-૧૬માં ૨.૫ ટકાના ગ્રોથ કરતા આ આંકડો ખુબ ઉંચો છે. આ કંપનીઓ માટે પગારના બિલમાં વધારો નોંધાઈ ચુક્યો છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં પગાર બિલમાં ગ્રોથ ૮-૮.૫ ટકાની આસપાસનો રહ્યો છે. જો કે, સરેરાશ પ્રતિ કર્મચારી પગાર પ્રમાણમાં ઓછો રહ્યો છે અને તેમાં ગતિ પણ ધીમી રહી છે. ૨૦૧૭-૧૮માં સરેરાશ પગાર પ્રતિકર્મચારી ૪.૩ ટકાની આસપાસનો વધ્યો છે જ્યારે ૨૦૧૬-૧૭માં ૪.૮ ટકા અને ૨૦૧૫-૧૬માં ૫.૮ ટકા રહ્યો હતો. કોર્પોરેટ સેક્ટરમાં કર્મચારીઓના સંદર્ભમાં રિપોર્ટમાં ઉલ્લેખનીય તારણો રજૂ કરવામાં આવ્યા છે જેમાં મોટી કંપનીઓને આવરી લઇને આંકડા એકત્રિત કરવામાં આવ્યા હતા. આર્થિક સેક્ટરોની વાત કરવામાં આવે તો રિટેલ અને ફાઈનાન્સિયલ સર્વિસમાં બે આંકડામાં એમ્પ્લોઇમેન્ટ ગ્રોથ જોવા મળ્યો છે. એમ્પ્લોઇમેન્ટ ગ્રોથનો આંકડો ૧૩ ટકાની આસપાસનો રહ્યો છે જ્યારે કન્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ગ્રોથ આંકડો નવ ટકાથી ઉપરનો રહ્યો છે. સરેરાશ .૩.૮નો આંકડો જોવા મળે છે. ટેલિકોમ સેક્ટરમાં રોજગારીના આંકડામાં ઘટાડો થયો છે.
રિલાયન્સ જીઓને બાદ કરતા અન્ય કંપનીઓની હાલત આ ક્ષેત્રમાં કફોડી જોવા મળી છે. સૌથી વધુ કર્મચારીઓને રોજગારી ઉપલબ્ધ કરાવનારમાં ક્રૂડ ઓઇલ ઇન્ડસ્ટ્રી છે. અહીં એમ્પ્લોઇમેન્ટ ગ્રોથનો આંકડો પ્રમાણમાં સારો રહ્યો છે. બેંકિંગ અને ઓટો સેક્ટરમાં ૧૦ ટકાનો ગ્રોથરેટ જોવા મળ્યો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૬૧૦ કંપનીઓ પૈકી ૭૦૫ કંપનીઓ અથવા તો ૪૦ ટકાથી વધુ કંપનીઓમાં જોબમાં ઘટાડો નોંધાયો છે. મોટી કંપનીઓ કર્મચારીઓની સંખ્યા ઉમેરી શકી છે. જીએસટીને અમલી કરવામાં આવ્યા બાદ તથા નોટબંધી પછી ઇન્ડસ્ટ્રીને કેટલીકરીતે નુકસાન થયું છે.

Related posts

ગૌતમ અદાણીએ ચાર કંપનીઓમાંથી થોડી ભાગીદારી વેચી

aapnugujarat

નોકરીયાત વર્ગના દિલ તુટી ગયા : ટેક્સ સ્લેબ અકબંધ

aapnugujarat

Zebronics announces its premium Gaming Headphones ‘Orion’ priced at Rs 4999/- exclusive to Gamers.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1