Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી વધુ ૪ના મોતથી હાહાકાર

સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં વધુ ચારના મોત થયા હતા. આની સાથે જ મોતનો આંકડો વધીને ૭૯ ઉપર પહોંચી ગયો હતો જ્યારે નવા ૧૧૮ કેસ સપાટી ઉપર આવતા ખળભળાટ મચી ગયો હતો. આની સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૨૩૦૩ સુધી પહોંચી ગયો છે. સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધતા નારાજગીનું મોજુ પણ લોકોમાં ફરી વળ્યું છે. તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા વિવિધ પગલાની અસર પ્રમાણમાં ઓછી દેખાઈ રહી છે. ગઇકાલે સિઝનલ સ્વાઈન ફ્લુના ૧૧૦ કેસ નોંધાયા બાદ આજે તેના કરતા કેસોની સંખ્યા વધી હતી અને આંકડો ૧૧૮ સુધી પહોંચ્યો હતો. અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુનો કાળોકેર જારી રહ્યો છે. પ્રદેશમાં સ્વાઈન ફ્લુના રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં સ્વાઈન ફ્લુના રોગચાળાને કાબૂમાં લેવામાં સફળતા મળી રહી નથી. અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, વડોદરા અને અન્યત્ર જગ્યાઓ ઉપર પણ સ્વાઈન ફ્લુના અનેક કેસો સપાટી ઉપર આવ્યા છે. આ વર્ષે સ્વાઈન ફ્લુનો રોગચાળો સૌથી ખતરનાક બની ગયો છે. સ્વાઇન ફ્લુને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદી જુદી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દર્દીઓને વિના મૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા પણ સ્વાઈન ફ્લુને લઇને આંકડા જારી કરવામાં આવ્યા છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યામાં સૌથી વધુ વધારો થઈ રહ્યો છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત વિસ્તારોમાં સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. આંકડાઓ મુજબ ગુજરાતમાં સ્વાઈન ફ્લુના દરરોજ ૩૨ નવા કેસ બની રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળોકેર યથાવતરીતે જારી રહ્યો છે. એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં કેસો સપાટી ઉપર આવતા તંત્ર ચિંતાતુર બનેલું છે. વર્ષ ૨૦૧૯માં સ્વાઈન ફ્લુના કારણે રાજ્યમાં સૌથી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. મોતનો આંકડો ૭૯ ઉપર પહોંચ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના કહેવા મુજબ સ્વાઇન ફ્લુ થયા બાદ યોગ્ય સારવાર લીધા પછી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૧૩૪૨ દર્શાવવામાં આવી છે અને તેમને રજા આપી દેવાઈ છે જ્યારે હજુ પણ ૬૬૧થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ગઇકાલે બુધવારે ૨૯ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે જ ૬૮૪ થઇ હતી. આજે અમદાવાદમાં સ્વાઈન ફ્લુના નોંધાયેલા કેસોના સંદર્ભમાં આંકડા મળી શક્યા નથી પરંતુ અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસો સૌથી વધુ નોંધાયા છે. આંકડા પરથી આ બાબત સાબિત થાય છે. અમદાવાદમાં મોતનો આંકડો ગઇકાલે બુધવાર સુધી ૧૪ ઉપર પહોંચ્યો હતો. બીજી બાજુ પહેલી જાન્યુઆરી બાદથી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા આજના નવા ૧૧૮ કેસની સાથે જ વધીને ૨૩૦૩ ઉપર પહોંચી ગઈ છે.

Related posts

રાજકોટમાં કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવકના મોત

aapnugujarat

થરા નેશનલ – હાઈવે ૨૭ પર લોડિંગ રિક્ષાએ મારી પલટી

editor

वेजलपुर में युवतियों की मजाक पर फ्लेट के रहीश के बीच मारपीट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1