Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા જીતવા પ્રિયંકા ગાંધીએ લીધો વ્હોટ્‌સએપનો સહારો

રાજનીતિમાં એન્ટ્રી પછી કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા એક્શનમાં છે. તેઓ કાર્યકર્તાઓ સાથે મેરાથન બેઠક કરી રહ્યા છે.
ટિકિટનાં ઉમેદવારોની પૃષ્ઠભૂમિ જાણવા ઉપરાંત વ્હોટ્‌સએપ અને ટિ્‌વટર પર કાર્યકર્તાઓની સક્રિયતાની પણ જાણકારી તેઓ લઇ રહ્યા છે. આ સાથે કાર્યકર્તાઓનાં સંપર્ક માટે પ્રિયંકા ગાંધીએ વ્હોટ્‌સએપ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપનું નામ ‘ચૌપાલ’ રાખ્યું છે. તેમણે કાર્યકર્તાઓને દરેક બૂથ પર ૧૦-૧૦ કાર્યકર્તાઓને જોડવા માટે કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચૌપાલ મૉડલ આ પહેલા અમેઠી અને રાયબરેલીનાં કૉંગ્રેસ કાર્યકર્તાઓને સાથે જોડવા માટે બનાવવામાં આવ્યું હતુ.
ઉત્તરપ્રદેશનો પ્રભાર સંભાળ્યા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રા ફરી કાર્યકર્તાઓને સાથે જોડી રહ્યા છે. કહેવામાં આવે છે કે આ ગ્રુપ્સ દ્વારા પ્રિયંકા ગ્રાઉન્ડ રીપૉર્ટ કાર્યકર્તાઓ પાસેથી લેશે. પ્રિયંકાને મળવા આવી રહેલા કાર્યકર્તા અને ટિકિટ દાવેદારો પાસે એક ફૉર્મ ભરાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત પ્રિયંકા તેમની જાતિ, ઉપજાતિ, સોશિયલ મીડિયા પર ઉપસ્થિતિની જાણકારી લઇ રહી છે. સાથે તે પૂર્વમાં લડેલી ચૂંટણીનાં પરિણામો સુધીની જાણકારી લઇ રહ્યા છે.કૉંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉત્તરપ્રદેશમાં મહાન દળની સાથે ગઠબંધન કર્યું છે. આ તક પર પ્રિયંકાએ કહ્યું કે અમે દરેક વર્ગને સાથે લઇને ચૂંટણીમાં ઉતરશું અને જીતવા માટે અમે જીવ લગાવી દઇશું. પ્રિયંકા ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કાર્યકર્તાઓ વચ્ચે સક્રિય છે. તેઓ પણ લોકો સાથે સતત મુલાકાત કરી રહ્યા છે. કાર્યકર્તાઓની ભૂમિકા સમજાવતા સિંધિયાએ કહ્યું કે, “કોઇપણ રાજકીય પાર્ટીની કરોડરજ્જૂ કાર્યકર્તાઓ હોય છે. આ કારણે કાર્યકર્તાઓને મજબૂતીથી લોકોની વચ્ચે જાવું જરૂરી છે.”

Related posts

કોરોનાનો ખાત્મો કરવા લોકો હનુમાન ચાલીસાના પાઠ કરે : પ્રજ્ઞા ઠાકુર

editor

રેપો અને રિવર્સ રેપોરેટમાં ઘટાડો : લોન સસ્તી થશે

aapnugujarat

Educationist and founder of PSBB Group of Schools Mrs. Y.G.Parthasarathy passes away

aapnugujarat

Leave a Comment

UA-96247877-1