Aapnu Gujarat
ગુજરાત

મહેમદાવાદના શ્રી સિધ્ધિ વિનાયક મંદિર ખાતેશ્રી અર્બુદા માતાજીનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો

માઉન્ટ આબુ ખાતે આવેલા સુપ્રસિધ્ધ અધર દેવી એટલે કે, અર્બુદા માતાની અખંડ જયોતને જયોત સ્વરૂપે આખરે ગુજરાતમાં મહેમદાવાદ ખાતેના સુપ્રસિધ્ધ સિધ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે પધરાવવામાં આવી હતી અને આ સાથે જ મા અર્બુદાની સુંદર મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય પાટોત્સવ મહોત્સવ પણ સિધ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે યોજાયો હતો. તા.૯થી ૧૧ ફેબ્રુઆરી દરમ્યાન ચાલેલા અર્બુદા માતાજીના આ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રાજયભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ અને ભકતો ઉમટયા હતા. શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન (મહેમદાવાદ) અને અર્બુદા ટેમ્પલ કમીટીના ચેરમેન નરેન્દ્રભાઇ પુરોહિત અને સુરેશભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે, ગત તા.૨૯મી જાન્યુઆરીથી માઉન્ટ આબુ ખાતેથી પ્રારંભ થયેલી અર્બુદા માતાની ભવ્ય જયોત યાત્રા અમદાવાદ શહેરમાં પણ તાજેતરમાં આવી પહોંચી હતી અને શહેરના નરોડા, બોપલ, વાસણા, મણિનગર અને વસ્ત્રાલ વિસ્તારોમાં પરિભ્રમણ કરતી આ જયોતયાત્રા તા.૮મી ફેબ્રુઆરીએ મહેમદાવાદ ખાતે શ્રી સિધ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે પહોંચી હતી. જયાં વિધિવત્‌ રીતે શ્રી અર્બુદા માતાજીની પવિત્ર જયોતને પધરાવી હવે અહીં પ્રજ્વલિત રખાશે. એ પછી તા.૯, ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી રોજ ત્રણ દિવસનો અર્બુદા માતાજીની ભવ્ય મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. મા અર્બુદાના આ ભવ્ય મહોત્સવમાં રાજયભરમાંથી હજારો શ્રધ્ધાળુઓ ઉમટયા હતા. ભાવિકભકતો અર્બુદા માતાજીના દર્શન કરી જાણે ધન્ય બન્યા હતા. શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન (મહેમદાવાદ) દ્વારા ગત તા.૧૩ મી ડિસેમ્બરના રોજ મંદિર પરિસરમાં શ્રી સમસ્ત ગોમતીવાળ બ્રાહ્મણ સમાજના કુળદેવી શ્રી અર્બુદા માતાજીના ભવ્ય મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો. સમસ્ત ગોમતીવાળ બ્રાહ્મણ સમાજના કુળદેવી અર્બુદા માતાજી મહેમદાવાદ ખાતેના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે બિરાજમાન કરવા ત્યાં ભવ્ય મંદિરના નિર્માણનું આયોજન હાથ ધરાયું છે. આ માટે શ્રી સમસ્ત ગોમતીવાળ બ્રહ્મ સમાજ સિવાય ત્રણગામ, સાત ગામ, મુંબઈ સમાજ, સંતરામપુર ગોળ તમામે તમામ જ્ઞાતિજનોએ આ કાર્યને ભકિતભાવ સાથે પાર પાડવા પૂરો સહયોગ સાથે આગળ આવ્યા છે. શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન (મહેમદાવાદ) અને અર્બુદા ટેમ્પલ કમીટીના ચેરમેન નરેન્દ્રભાઇ પુરોહિત અને સુરેશભાઇ પુરોહિતે ઉમેર્યું કે, માઉન્ટ આબુ ખાતેના અધર દેવી એટલે કે, અર્બુદા માતાના અસલ મંદિરના દર્શન માટે ૩૩૩ પગથિયા ચઢીને જવું પડે છે, જે વૃધ્ધજનો, અશકત અને બિમાર સહિતના લોકો માટે ઘણું કપરૂ બનતું હતુ, તેથી માતાજીની અસલ જયોતને હવે ગુજરાતમાં લાવી મહેમદાવાદ સ્થિત શ્રી સિધ્ધિ વિનાયક દેવસ્થાન ખાતે અર્બુદા ધામ ખાતે પધરાવવામાં આવશે. અર્બુદા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય મંદિર નિર્માણથી ગુજરાતની જનતાને માં અર્બુદા આપણી ધરતી પર દર્શન આપશે.

Related posts

મહિલા મિત્રની હત્યા બાદ પણ મુનીરે પ્રેમિકાની સાથે ડિનર કર્યું હોવાનો તપાસમાં ખુલાસો

aapnugujarat

રાજ્યના શિક્ષણમંત્રી તરીકે જીતુભાઇ વાઘાણીની વરણીને ભાવનગર શહેર દ્વારા આવકાર

editor

મરચામાં સિન્થેટીક કલરની ભેળસેળ કરવા બદલ સજા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1