Aapnu Gujarat
મનોરંજન

આર્ટ ગેલેરીનાં કાર્યક્રમમાં મોદી સરકારની ટીકા પર અમોલ પાલેકરને રોકવામા આવ્યાં

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયની ટીકા કરવા માટે અભિનેતા અમોલ પાલેકરનાં ભાષણમાં ઘણી વખત રોક ટોક કરાઈ છે. પાલેકરે નેશનલ ગેલરી ઓફ મોર્ડન આર્ટનાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. પાલેકરે નેશનલ ગેલરીમાં લગાવાયેલી ગેલરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, સ્થાનિક કલાકારોની સમિતીઓને ભંગ કરાઈ છે. દિલ્હી ખાતેથી નક્કી કરવામાં આવે છે કે કયા કલાકારનું ચિત્ર આર્ટ ગેલેરીમાં લાગશે. પાલેકર રવિવારે બપોરે આ મુદ્દે પુણેમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.નેશનલ ગેલરીમાં આર્ટિસ્ટ પ્રભાકર બર્વેની યાદમાં એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું. પાલેકરે તેના ઉદ્ધાટનમાં તેમની વાત મૂકી હતી. તેમણે કહ્યું કે ૨૦૧૭માં નેશનલ ગેલરી કોલકત્તા અને પૂર્વોત્તરમાં તેમની શાખા ખોલવા જઈ રહ્યા છે આ વાત જાણીને ખુશી થઈ છે. મુંબઈમાં પણ તેને વધારવા અંગેનાં સમાચાર મળ્યા હતા. પરંતુ ૧૩ નવેમ્બર, ૨૦૧૮ના રોજ વધુ એક ત્રાસ ફેલાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ ક્યૂરેટર જેસલ ઠક્કરે તેમણે ટોક્યા અને કહ્યું કે, તમે પ્રભાકર બર્વે વિશે બોલો આ કાર્યક્રમ તેમના યોગદાન અંગેનો છે.સતત ટોકવાને કારણે પાલેકરે કહ્યું કે, શું તમે ઈચ્છો છો કે હું વધુ ન બોલું, નેશનલ ગેલરી કળા અને અભિવ્યક્તિ અને વિવિધ કળાઓને જોવા માટેનું પવિત્ર સ્થળ છે, તેના પર કેવુ નિયંત્રણ. આઝાદીનો સાગર સમેટાઈ રહ્યો છે, જેનાથી હું હેરાન છું. આ અંગે ચુપ કેમ છો? થોડાં દિવસો પહેલા અભિનેત્રી નયનતારા સહગલને મરાઠી સાહિત્ય સંમેલનમાં જવાથી રોકવામાં આવ્યા હતા. કારણ કે તે જે બોલવાના હતા તેમાં વર્તમાન પરિસ્થીતીની ટીકા જ હતી. શું આપણે અહીં પણ આવી પરિસ્થીતી બનાવી રહ્યા છીએ.

Related posts

રાહુલ બોસને જીવથી મારી નાંખવાનો હતો: અનિલ કપૂર

editor

लोग कहते हैं, वह देखो तैमूर का मामा जा रहा है : रणबीर

aapnugujarat

अब गांव और किसानों पर फिल्म बनाएंगे अक्षय कुमार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1