Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશને જાતિવાદ અને પરિવારવાદમાં વહેંચી રહ્યું છે મહાઠગબંધન : અમિત શાહ

ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે પુણે પાર્ટીનાં શક્તિ કેન્દ્ર સમ્મેલનનું સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. શાહે વિપક્ષનાં મહાગઠબંધનને ઘેરતા કહ્યું કે, ઠગબંધન દેશને જાતિવાદ અને પરિવારવાદમાં વહેંચી રહ્યા છે. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, ૫૫ વર્ષ સુધી રાહુલ બાબાનાં પરિવારે શાસન કર્યું છે. જો કે દેશમાં કોઇ પરિવર્તન નહોતુ આવ્યું. મોદીજીએ માત્ર ૫૫ મહિના કામ કર્યું અને કોંગ્રેસનાં ૫૫ વર્ષમાં જે ન થઇ શક્યું, તેને પુરૂ કર્યું છે.
શાહે કહ્યું કે, રાહુલ બાબા તમને ગણત્રી પણ નથી આવતી. આગ્રામાં રાહુલ બાબાએ એક ભાષણમાં કહ્યું હતું કે, હું અહીં બટાકાની ફેક્ટ્રી લગાવીશ. તેમને એ પણ નથી ખબર કે બટાકા જમીનની નીચે થાય છે, જમીનની ઉપર નથી ઉગતા કે ફેક્ટ્રીમાં પણ નથી બનતા. અમિત શાહે સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે, અમે સૌની ઓળખ ભાજપનાં એખ કાર્યકર્તાએ કરી છે.
દેશનાં તમામ રાજનીતિક દળોમાંથી ભાજપમાં અનેક કારણોથી અલગ છે. આ પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે, નેતાઓની પાર્ટી નથી. ભાજપની ચૂંટણી જીતવાનું રહસ્ય અમારા બૂથની સંરચના અને બુથ પર કામ કરનારા કાર્યકર્તા છે. કાર્યકર્તાઓનાં દળ પર જ અમને અનેક અભેદ્ય દુર્ગ જીત્યા છે, પછી તેઓ અસમ હોય, મણિપુર હોય કે ત્રિપુરા હોય.
તેમણે કહ્યું કે, મોદીજીએ લઘુ અને સીમાંત ખેડૂતો માટે ૬૦૦૦ રૂપિયા પ્રતિ વર્ષ આપવાની વ્યવસ્થા બજેટમાં કરી છે. આ વખતે બજેટમાં સંરક્ષણ ક્ષેત્રનું અત્યાર સુધીનું સૌથી વધારે ૩ લાખ કરોડ રૂપિયાનું બજેટનું સ્વીકૃત કર્યું છે. સરકાર બન્યાનાં માત્ર એક વર્ષની અંદર જ વર્ષોથી લટકેલી વન રેન્ક વન પેન્શન યોજનાને લાગુ કરવાનું કામ મોદી સરકારે કર્યું છે. દેશની સીમાઓની સુરક્ષા અને સીમાઓની સુરક્ષા કરનારા જવાનો અમારી પ્રાથમિકતા છે.

Related posts

રામ મંદિર મુદ્દે સંતોનો કુંભ મેળામાં હુંકાર, ‘મંદિર નહીં તો ૨૦૧૯માં મોદી પણ નહીં’

aapnugujarat

चुनावी नतीजों के बाद पहली बार सस्ता हुआ पेट्रोल-डीजल

aapnugujarat

सईद की रिहाई के जवाब में बुगती को भारत शरण देगा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1