Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સવર્ણોને ૧૦ ટકા અનામત પર રોક લગાવવા સુપ્રિમનો ઇન્કાર

સુપ્રીમ કોર્ટે સવર્ણ જાતીના આર્થિક રીતે પછાત લોકોને નોકરીઓમાં ૧૦ ટકા અનામત આપવાના કેન્દ્રના નિર્ણયને અડચણ રૂપ થતી નવી અરજી પર કેન્દ્રથી શુક્રવારે જવાબ માંગ્યો હતો. જેમાં ન્યાયધીશ રંજન ગોગોઇએ સપષ્ટ કર્યું કે, સવર્ણ જાતીના આર્થિક રીતે પછાત લોકોને નોકરી અને બીજી રીતે અનામત આપવાના કેન્દ્રના નિર્ણય પર કોઇ રોક લગાવવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટે આ પહેલાં પણ આ પ્રકાની અરજીઓ પર કેન્દ્રને નોટિસ મોકલી છે. જેમાં તહસીન પૂનાવાળા તરફથી દાખલ કરાયેલી નવી અરજીને બીજી ખેચાયેલી અરજીઓ સાથે જોડવાનો શુક્રવારે એટલે કે, આજે આદેશ આપવામાં આવ્યો છે.
કેન્દ્રના નિર્ણયને અડચણ રૂપ થતી અરજીઓ “જનહિત અભિયાન, એનજીઓ અને યૂથ ફૉર ઇક્વિલિટી” સહિત અનેક પક્ષોએ દાખલ કરી છે. યૂથ ફૉર ઇક્વિલિટીએ પોતાની અરજીમાં બિલને રદ કરવાની માંગ કરી છે.
એનજીઓના અધ્યક્ષ કૌશલ કાંત મિશ્રા તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અનામત માટે માત્ર આર્થિક મુદ્દો જ આધાર નથી હોતો આ બિલ સંવિધાનના નિયમોનું ઉલ્લઘન કરે છે. કારણ કે, આર્થિક આધાર પર અનામતને સામાન્ય વર્ગ સુધી જ સિમિત નથી રાખી શકાતું અને કુલ ૫૦ ટકાની સુધી પાર નથી કરી શકાતું.

Related posts

Assam’s final NRC; More than 19 lacs left out

aapnugujarat

દાઉદના ત્રણ શાર્પશૂટરોની બુલંદશહેરમાં ધરપકડ

aapnugujarat

एक ही दिन में दो बड़े हादसे टले, Air India के बाद SpiceJet का विमान रनवे से फिसला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1