Aapnu Gujarat
મનોરંજન

પ્રભાસ તેમજ શ્રદ્ધા કપુર હવે એકબીજાના મેન્ટર બન્યા

અભિનેત્રી શ્રદ્ધા કપુર અને બાહુબલી સ્ટાર પ્રભાસ હાલમાં એકબીજાના મેન્ટર બનેલા છે. બંને એકબીજાને પુરતી મદદ કરી રહ્યા છે. બંને આગામી એક્શન થ્રીલર ફિલ્મ સાહોમાં સાથે કામ કરી રહ્યા છે. સાહુ ફિલ્મ અનેક ભાષામાં એક સાથે બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ હિન્દીની સાથે સાથે તેલુગુ, તમિળ અને અન્ય ભાષામાં બની રહી છે. શ્રદ્ધા કપુર માટે ક્ષેત્રીય ભાષામાં કામ કરવાની બાબત મુશ્કેલરૂપ બની રહી છે. જો કે પ્રભાસ માટે આ ફિલ્મ કોઇ નવી ચીજ નથી. કેટલાક જાણકાર લોકો કહે છે કે શ્રદ્ધા કપુર માટે ક્ષેત્રીય ભાષામાં કામ કરવા માટે અનેક બાબતો મુશ્કેલરૂપ રહેલી છે. પ્રભાસ આના માટે શ્રદ્ધાની મદદ કરી ચુક્યો છે. શ્રદ્ધા કપુરને શુટિંગમાં પ્રભાસ મદદ કરી રહ્યો છે. બીજી બાજુ શ્રદ્ધા હિન્દી ફિલ્મમાં કામ કરવા માટે યોગ્ય શબ્દ પ્રયોગ માટે પ્રભાસની મદદ કરી રહી છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો પ્રભાસ અને શ્રદ્ધા હાલમાં ત્રણ ભાષાની ફિલ્મ માટે શુટિંગ કરે છે. પ્રભાસ તેલુગુના સુપરસ્ટાર તરીકે છે. જેથી તે શ્રદ્ધાને ભાષા અંગે પુરતી માહિતી આપે છે. હાલના દિવસોમાં બંને મુંબઇ અને હૈદરાબાદમાં વારંવાર શુટિંગમાં વ્યસ્ત છે. પ્રભાસ અને શ્રદ્ધા પોતાની સાહો ફિલ્મને લઇને આશાવાદી છે. પ્રભાસ તેની બાહુબલી અને ત્યારબાદ તેના બીજા ભાગના કારણે દુનિયામાં જાણીતો બન્યો હતો. આ ફિલ્મ ભારતીય જ નહીં બલ્કે વિશ્વની સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે સાબિત થઇ હતી. દરમિયાન શ્રદ્ધા બોલિવુડમાં અનેક ફિલ્મો હાથમાં ધરાવે છે. તેની ઓળખ એક આશાસ્પદ સ્ટાર તરીકે થાય છે. તે સાયના નહેવાલની લાઇફ પર બની રહેલી ફિલ્મમાં પણ કામ કરી રહી છે.પ્રભાસ અને શ્રદ્ધા કપુરની જોડી ધુમ મચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. પ્રભાસના ચાહકો ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે.

Related posts

સુહાગરાત હોય તે જરૂરી નથી સુહાગદિન પણ હોઈ શકે છે : KATRINA KAIF

aapnugujarat

વનરાજ સિસોદિયા અને પૂજા પ્રજાપતિ અભિનિત ગુજરાતી સોંગ ‘વરસાદી પ્રીત’ રિલિઝ

editor

મહિલા સમજીને અલી અસગરની દારૂડિયાઓ દ્વારા છેડતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1