Aapnu Gujarat
મનોરંજન

ખરેખર…સલમાન ખાન-કેટરીના કૈફ લગ્ન કરશે..!?

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન ભલે ૨૦૧૮માં તેની ફિલ્મ ’રેસ-૩’ દર્શકોનું દિલ જીતી શક્યા ન હોય, પરંતુ ૨૦૧૯માં પોતાની ફિલ્મ ’ભારત’ના શૂટીંગ માટે ખુબ જ મહેનત કરી રહ્યો છે. જેના કારણે સલમાન પહેલા કરતા પણ વધારે ફિટ થઈ ગયો છે. હાલમાં જ તેની નવી ફિલ્મ ’ભારત’નું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને જોયા બાદ દર્શકોની ઉત્સુક્તા પણ વધી ગઈ છે.
હાલ તો ફિલ્મનું શૂટીંગ ચાલી રહ્યું છે. ખબરો છે કે, ખુબ જ જલ્દી ફિલ્મના એક ગીતનું શૂટીંગ થવાનું છે. જેમાં એક વેડિંગ સિક્વન્સ ફિલ્માવવામાં આવશે. જો ખબરોની વાત માનવામાં આવે તો, ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ પર એક વેડિંગ સિક્વન્સ શૂટ કરવામાં આવશે. આ સિક્વન્સ એક ગીત તરીકે શૂટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની ફિલ્મનું આ ઓફબીટ સોન્ગ હશે. જેને સાંભળીને લોકો મસ્તીથી ઝૂમી ઉઠશે.
સલમાન ખાનની ફિલ્મ ’ભારત’નું નિર્દેશન અલી અબ્બાસે ઝફરે કર્યું છે. સલમાન ખાન સિવાય આ ફિલ્મમાં દિશા પટણી, તબ્બુ, કેટરીના કૈફ, નોરા ફતેહી અને જેકી શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મ ’ભારત’ આ વર્ષની ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Related posts

Ameesha Patelને ઉધારી ન ચૂકવતા મળી નોટિસ, Sunny Leoneને પણ સમન

aapnugujarat

દેલવાડા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

aapnugujarat

वकेशन पर न्यू यॉर्क रवाना हुए आलिया और रणबीर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1