Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં સ્વાઈન ફ્લુનો કહેર જારી રહ્યો : વધુ બેના મોત

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી વધુ બે લોકોના આજે મોત થયા હતા. જુદી જુદી જગ્યાઓએ જુદા જુદા શહેરોમાં અનેક નવા કેસો સપાટી પર આવ્યા હતા જે પૈકી વડોદરામાં ૧૩ પોઝિટિવ કેસો સપાટી ઉપર આવ્યા છે. પાલિતાણામાં એક મહિલાનું મોત થયું છે. બોટાદમાં એક આધેડનું મોત થયું છે. આની સાથે જ સ્વાઇન ફ્લુથી મોત થવાનો સિલસિલો જારી રહ્યો છે. સિઝનલ ફ્લુથી મોતના બનાવો વધતા તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. પ્રદેશમાં સ્વાઈન ફ્લુનો આતંક કાબૂ બહાર થયેલો છે. પહેલી જાન્યુઆરીથી લઇને આજે રવિવાર સુધી ૩૪ દિવસના ગાળામાં દર્દીઓની સંખ્યા ૮૦૦થી પણ ઉપર પહોંચી ગઈ છે. ગઇકાલે ૪૪ નવા દર્દીઓ નોંધાયા બાદ આજે રવિવારના દિવસે પણ નવા કેસો નોંધાયા હતા. બેના મોત થયા હતા. અમદાવાદમાં સૌથી વધારે સ્વાઈન ફ્લુના કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. ઉપરાંત સુરત, વડોદરા, જુનાગઢ મનપામાં પણ કેસ સપાટી ઉપર આવ્યા છે. આ વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લુના દર્દીઓની સંખ્યા ૭૯૦થી પણ ઉપર પહોંચી ચુકી છે. બિનસત્તાવારરીતે આંકડો ૮૦૦થી ઉપર છે. ૪૪૪થી વધુ દર્દીઓ પુરતી સારવાર લીધા બાદ સ્વસ્થ થઇને ઘરે જતાં રહ્યા છે જ્યારે આશરે ૨૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે. સારવારના ગાળા દરમિયાન જ ૪૦ દર્દીઓના મોત થઇ ચુક્યા છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે તંત્ર તરફથી તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. સિઝનલ ફ્લુના કારણે અનેક દર્દીઓ સરકારીની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા અને અમદાવાદમાં સ્વાઈનફ્લૂનો આતંક વધારે દેખાઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂથી બચવા માટે તંત્ર દ્વારા અલગ વ્યવસ્થા અમદાવાદ સહિતના મહાનગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી હોસ્પિટલમાં કરવામાં આવી છે. ગયા વર્ષે સ્વાઈન ફ્લૂના મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા. તંત્ર દ્વારા આંકડા પણ જારી કરવામાં આવ્યા હતા. દેશના સ્વાઈન ફ્લૂ ગ્રસ્ત સૌથી વધારે આંકડા ધરાવતા રાજ્યોમાં ગુજરાત પણ સામેલ રહ્યું હતું. રાજસ્થાન સહિતના રાજ્યોમાં સ્વાઈન ફ્લૂના કેસો સપાટી પર આવી ચુક્યા છે.

Related posts

ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસને સાધુ-સંતો, ભાજપ અગ્રણીઓનો ટેકો

aapnugujarat

ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં હજુ કરોડોનો ટેક્સ ભરાયો નથી

aapnugujarat

સિવિલ રોડ તેમજ ફૂટપાથ પરના દબાણો દુર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1