Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ન્યુઝીલેન્ડ પર ભારતની ૩૫ રને જીત

વેલિંગ્ટન ખાતે આજે રમાયેલી પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ ઉપર સરળ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન કર્યા હતા જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૪૪.૧ ઓવરમાં ૨૧૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ન્યુઝીલેન્ડ તરફથી નિશામે સૌથી વધુ ૪૪ રન કર્યા હતા જ્યારે વિલિયમસને ૩૯ રન બનાવ્યા હતા. આ ઉપરાંત લાથમે ૩૭ રન કર્યા હતા. ભારત તરફથી ચહલે ત્રણ, પંડ્યા અને સામીએ બે-બે વિકેટ ઝડપી હતી. આ મેચની સાથે જ ભારતે પાંચ મેચોની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે રાયડુની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ દ સિરિઝ તરીકે સામીની પસંદગી કરાઈ હતી. ભારતે રાયડુના ૯૦ રનની મદદથી ૨૫૨ રન કર્યા હતા જેના જવાબમાં ન્યુઝીલેન્ડના બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. ભારત તરફથી શંકરે ૪૫, જાધવ ૩૪ અને પંડ્યાએ ૪૫ રન બનાવ્યા હતા. ધોની એક રન કરીને આઉટ થયો હતો. અગાઉ હેમિલ્ટન ખાતે રમાયેલી ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે આ મેચમાં ખુબ કંગાળ દેખાવ કર્યો હતો. સમગ્ર ટીમ ૩૦.૫ ઓવરમાં માત્ર ૯૨ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે ૧૪.૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને આ રન બનાવી લીધા હતા. આની સાથે જ ભારતની કારમી હાર થઇ હતી. ૨૧૨ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે યજમાન ન્યુઝીલેન્ડે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડના ઝડપી બોલર બોલ્ટે ૧૦ ઓવરમાં જોરદાર તરખાટ મચાવીને ૨૧ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ગ્રાન્ડહોમે ૨૬ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૯માં પોતાના નામ ઉપર શ્રેણી કરી હતી. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડ શ્રેણી જીતી હતી.
૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. વિદેશી મેદાન ઉપર ભારતીય ટીમે સતત બીજી વનડે શ્રેણી જીતી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જોરદાર જીત મેળવી હતી.

Related posts

કમલનાથે ભાજપ સરકારની મીસાકેદીઓ માટેની વધુ એક યોજના બંધ કરી

aapnugujarat

કેન્દ્રિય મંત્રી અનંત કુમારનું નિધન

aapnugujarat

RR के कप्तान होंगे स्मिथ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1