Aapnu Gujarat
બ્લોગ

દુનિયામાં મહિલાઓ માટે સૌથી ખતરનાક જગ્યા તેમનું ઘર જ : રિપોર્ટ

આખી દુનિયામાં ગત વર્ષે જેટલી મહિલાઓની હત્યા થઈ, તેમાંથી અડધાથી પણ વધુ ઘટનાઓમાં ગુનેગાર તેમના પાર્ટનર અથવા પરિવારના સભ્યો જ હતા. આ ખુલાસો સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, દુનિયામાં મહિલાઓ માટે સૌથી ખતરનાક જગ્યા તેમનુ ઘર જ છે. દુનિયામાં દર એક કલાકમાં છ મહિલાઓની તેમના નજીકના લોકો હત્યા કરી દે છે. ૨૦૧૭માં દરરોજ ૧૩૭ મહિલાઓની તેમના પરિવારના સભ્યોએ હત્યા કરી હતી.
આ આંકડાઓ સંયુક્ત રાષ્ટ્રના ડ્રગ્સ અને ક્રાઈમ વિભાગ (UNODC)ના ઈન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઓફ વાયોલન્સ અગેઈન્સ્ટ વુમન પર જાહેર કરવામાં આયા છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે, ૨૦૧૭ દરમિયાન આખી દુનિયામાં ૮૭ હજાર મહિલાઓની હત્યા કરવામાં આવી. તેમાંથી આશરે ૫૦ હજાર મહિલાઓની હત્યા તેમના પાર્ટનર અથવા પરિવારના સભ્યોએ કરી હતી. ૫૦ હજારમાંથી આશરે ૩૦ હજાર મહિલાઓની હત્યા તેમના પતિ અથવા પ્રેમીએ કરી હતી.(UNODC)ના જણાવ્યા અનુસાર, દર કલાકે ૬ મહિલાઓની હત્યા તેમના નજીકના લોકો કરી દે છે.
(UNODC) અનુસાર, આખી દુનિયામાં એક લાખ મહિલાઓમાંથી ૧.૩ ટકા મહિલાઓની હત્યા થઈ જાય છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, આફ્રિકા અને અમેરિકામાં નજીકના વ્યક્તિના હાથે મહિલાઓની હત્યા સૌથી વધુ થાય છે. આફ્રિકામાં એક લાખ મહિલાઓમાં દર વર્ષે ૩.૧ ટકાની હત્યા થાય છે. જ્યારે અમેરિકામાં ૧.૬ ટકા મહિલાઓ, ઓસિનિયામાં ૧.૩ ટકા મહિલાઓ, એશિયામાં ૦.૯ ટકા મહિલાઓ અને યુરોપમાં ૦.૭ ટકા મહિલાઓની હત્યા થાય છે.
રિપોર્ટ અનુસાર, મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધોને અટકાવવા માટે તેમની સુરક્ષા વધારવી તેમજ તેમને સક્ષમ બનાવવાની જરૂર છે. સાથે જ પોલીસ અને કાયદા વ્યવસ્થામાં સુધારો લાવવો પણ એટલો જ જરૂરી છે.

Related posts

કિમ જોંગ ઉન અને શી જિનપિંગની રહસ્યમય મુલાકાત

aapnugujarat

Maturity અને વધું પડતી સભ્યતા

aapnugujarat

વરૂણ ધવન : નિર્માતા – દિગ્દર્શકો માટે ટંકશાળ બની ગયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1