Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

ભારતની સિદ્ધિ : ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષ બાદ વનડે શ્રેણી જીતી

માઉન્ટ ખાતે આજે રમાયેલી ત્રીજી વનડે મેચમાં પણ ભારતે ન્યુઝીલેન્ડ ઉપર જીત મેળવી હતી. આની સાથે જ ભારતે પાંચ વનડે મેચોની શ્રેણી ૩-૦થી જીતી લીધી હતી. ભારતની ન્યુઝીલેન્ડ ઉપર હેટ્રિક જીત થઇ હતી. માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૯માં પોતાના નામ ઉપર શ્રેણી કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલી ઉપરાંત શિખર ધવને ૨૮ અને રાયડુએ અણનમ ૪૦ રન કર્યા હતા. દિનેશ કાર્તિક ૩૮ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. શ્રેણીની ચોથી વનડે મેચ ૩૧મી જાન્યુઆરી અને પાંચમી વનડે મેચ ત્રીજી ફેબ્રુઆરીના દિવસે રમાશે. આ બંને મેચોના પરિણામની હવે શ્રેણી ઉપર કોઇ અસર થશે નહીં. યજમાન ટીમ માટે ટ્રેન્ટ બોલ્ડે બે વિકેટ ઝડપી હતી જ્યારે મિશેલ સેન્ટનરે એક વિકેટ ઝડપી હતી. નિષ્ક્રિય વિકેટ ઉપર ૨૪૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. રોહિત શર્માએ જામી જવા માટે સમય લીધો હતો પરંતુ ત્યારબાદ આક્રમક બેટિંગ કરી હતી. જ્યારે ધવને બ્રેસવેલની ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. શિખર ધવન ૨૮ રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટની ભાગીદારીમાં ૧૧૩ રન ઉમેર્યા હતા. રોહિતે ૬૩ બોલમાં વનડે કેરિયરની ૩૯મી સદી ફટકારી હતી જ્યારે ૫૦ રન બનાવ્યા ત્યારે વિરાટ કોહલીએ પણ એક સિદ્ધિ મેળવી હતી. રોહિત શર્મા સદીની તરફ વધી રહ્યો હતો ત્યારે ૨૯મી ઓવરમાં સેન્ટનરની બોલિંગમાં સ્ટમ્પ આઉટ થયો હતો. રોહિત શર્માએ ૬૨ રન ૭૭ બોલમાં બનાવ્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. વિરાટ કોહલી પણ ત્યારબાદ આઉટ થયો હતો. કોહલીએ ૭૪ બોલમાં ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૦ રન કર્યા હતા. રાયડુ અને દિનેશ કાર્તિકે ચોથી વિકેટની ભાગીદારીમાં ૭૭ રન ઉમેરીને મેચ ભારતને જીતાડી દીધી હતી. રાયડુ ૪૨ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ રહ્યો હતો જ્યારે દિનેશ કાર્તિકે ૩૮ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૮ રન કર્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમના બેટ્‌સમેનો આજે પણ ધારણા પ્રમાણે બેટિંગ કરી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટેલર અને લાથમ ૧૨૦ રનની ભાગીદારી ચોથી વિકેટ માટે નોંધાવી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ટેલરે સૌથી વધુ ૯૩ રન કર્યા હતા. ૧૦૬ બોલનો સામનો કરીને ટેલરે ૯ ચોગ્ગા ફટકાર્યા હતા. સતત ત્રીજી મેચ જીતીને ભારતે ઉલ્લેખનીય સફળતા મેળવી હતી. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડે શ્રેણી જીતી હતી. ૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. વિદેશી મેદાન ઉપર ભારતીય ટીમે સતત બીજી વનડે શ્રેણી જીતી છે.

Related posts

अय्यर, पांडे करेंगे लोकेश राहुल को परेशान : गांगुली

aapnugujarat

Core to its agenda, Sangh Pariwar prepares the ground for population control

aapnugujarat

बिहार में 3 नक्सली ढेर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1