Aapnu Gujarat
ગુજરાત

દુષ્કાળની મુશ્કેલ સ્થિતિમાં સરકાર કચ્છના લોકો સાથે

ક્ષત્રિય સમાજે દેશ અને સંસ્કૃતિ માટે હંમેશા બલિદાનો આપેલ છે અને આપણા રજવાડાઓએ જયારે દેશને અખંડ કરવાનો હતો ત્યારે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેમણે મહામુલા રજવાડા દેશનાં ચરણોમાં ધરી દીધા હતા. આમ ક્ષિત્રય સમાજની સમર્પણ ભાવના થકીજ ભારત દેશ આજે અખંડભારત બનેલ છે તેમ રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભચાઉ ખાતે સમૂહ લગ્નોત્સમાં પ્રભુતાનાં પગલા પાડનાર ૧૧૪ નવદંપતીઓને સંસાર જીવનની શુભકામના પાઠવતા જણાવ્યુ હતું. મુખ્યમંત્રી વિજયએ કચ્છનાં દુષ્કાળને યાદ કરતા જણાવ્યુ કે ચાલુ વરસે દુષ્કાળમાં કચ્છનાં કોઇ લોકોને કે પશુઓને કોઇ જ પ્રકારની મુશ્કેલી ન અનુભવવી પડે તે માટે રાજય સરકારે સમયબધ્ધ પગલાઓ ભરેલ છે. તેમણે કચ્છની ખમીરવંતી પ્રજાને પાણી પ્રશ્ને કોઈ મુશ્કેલી નહી પડે તેવી ખાત્રી ઉચ્ચારી હતી. મુખ્યમંત્રી રુપાણીએ સગૌરવ જણાવ્યું કે, કચ્છનો ઇતિહાસ ક્ષત્રિયોનાં ઇતિહાસ સાથે જ ગૌરવભેર વણાયેલ છે. ક્ષત્રિયોનો ઇતિહાસ હંમેશા બલિદાન અને વિરતાનાં પ્રતિક સમાન બની રહેલ છે. આ સમાજે દેશની રક્ષા કે સમાજની રક્ષા માટે બલિદાન આપવામાં કયારેય પાછી પાની નથી કરી તે આપણા બધા માટે ગૈારવવંતી બાબત છે. આ તકે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, સમાજના સુખે સુખી અને સમાજનાં દુઃખે દુઃખી થાય અને લોકોને સાથે રાખીને સામાજીક પ્રસંગોની ઉજવણી કરે તે જ સાચો લોક પ્રતિનિધિ છે. આવા લોકપ્રતિનિધિ વિરેન્દ્રસિંહ જાડેજાને તથાતેના પરિવારને રાજય સરકારતરફથી અભિનંદન પાઠવુ છું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, સમૂહ લગ્ન થકી સમાજ, કુટુંબ એક તાતણે બંધાય છે અને સામાજીક સંબંધો વધારે મજબુત બને છે. આવા સમૂહ લગ્નો સમાજનાં આર્થિક નબળાવર્ગનાં લોકો માટે ખરા અર્થમાં આર્શવાદરૂપ બની રહેતા હોવાથી દરેક સમાજમાં વધુમાં વધુ સમૂહલગ્ન થાય તે જરૂરી છે. આજનાં આ સમૂહ લગ્ન દરેક માટે ઉદાહરણરૂપ પણ છે કારણકે સમૂહલગ્ન તો ઘણા થતા હોય પણ તેમાં પોતાનાં પુત્રનાં પણ લગ્ન સમૂહમાજ કરે તે અનુકરણીય છે તે માટે પણ આ પરીવાર અભિનંદનીય છે. આ તકે તેમણે સ્વ. બહાદુરસિંહ જાડેજા પરિવારનાં આ સદકાર્ય કરવા માટે અભિનંદન પાઠવતા કહ્યુ હતુ કે સમાજની સામાજીક જવાબદારી અદા કરવી અને સમાજનાં સર્વાંગી ઉત્થાન માટે પ્રતિબધ્ધ બનવું અનિવાર્ય છે અને સમાજનું રૂણ અદા કરવું તે આપણો સામાજીક અગ્રીમ નાગરીક ધર્મ પણ છે. તે માટે આગેવાની લઇને સમાજનાં રાહ ચીંધનાર બનવું જોઇએ જે બીજા માટે પણ સદાય પ્રરણાત્મક બની રહે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ મંત્રી વાસણા આહિરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પથ પર ચાલીને સવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ જીલ્લાના સર્વાંગી વિકાસ માટે હંમેશા ખ્યાલ રાખ્યો છે. પ્રવર્તમાન દુષ્કાળની સ્થિતને ધ્યાને લઈ મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તાર માટે જાહેરાત કરી કચ્છના લોકોને અને પશુઓને કોઈજ મુશ્કેલી અનુભવવી ના પડે તે માટેનુ આગવુ આયોજન કર્યુ હોવાનું વાસણભાઈએ જણાવ્યું હતું.

Related posts

ટેકાના ભાવે ૯૫૦ કરોડની મગફળી ખરીદાઈ

aapnugujarat

नर्मदा बांध ओवरफ्लो होने पर गुजरात को दो वर्ष पानी मिलेगा

aapnugujarat

ગઢડા કેળવણી સમાજ સંચાલિત સ્કૂલમાં ભવ્ય વૃક્ષારોપણ

editor

Leave a Comment

UA-96247877-1