Aapnu Gujarat
ગુજરાત

ચેક રિટર્નની ત્રણ કોર્ટો ઘીકાંટા મુખ્ય કોર્ટ બિલ્ડીંગમાં ખસેડાઇ

મેટ્રો રેલ પ્રોજેકટના કારણે જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની ચેક રિટર્નના કેસોની ૧૦ કોર્ટોને અસર થાય છે. આ કોર્ટોનો વત્તા ઓછા અંશે હિસ્સો કપાતમાં જાય છે અને તેને લઇ આ કોર્ટો બીજા સ્થળે ખસેડવાની પરિસ્થિતિ સર્જાઇ હતી. જે પૈકી ચેક રિટર્નના કેસોની કોર્ટ નંબર-૩૧,૩૨ અને ૩૬ એમ ત્રણ કોર્ટો પ્રાથમિક તબક્કામાં ઘી કાંટા ફોજદારી કોર્ટના મુખ્ય બિલ્ડીંગ ખાતે ખસેડવામાં આવી છે, જેથી મેટ્રોપોલીટન કોર્ટ(ફોજદારી કોર્ટ)ના વકીલોેને ઘણી રાહત થઇ છે. તા.૨૯મી મે સોમવારથી ચેક રિટર્નના કેસોની આ ત્રણેય કોર્ટોની કામગીરી સુનાવણી મુખ્ય બિલ્ડીંગમાં હાથ ધરાશે. આગામી દિવસોમાં ચેક રિટર્નના કેસોની અન્ય કોર્ટો પણ મુખ્ય બિલ્ડીંગમાં ખસેડાય તેવી શકયતા છે. જૂની કલેકટર કચેરી સંકુલની જગ્યા પર મેટ્રો રેલ ટ્રેનનું અંડરગ્રાઉન્ડ સ્ટેશન કટ અને કવર બેઝીઝ પર બનાવવાની કામગીરી શરૂ થનાર હોઇ અને આ જગ્યા મેટ્રો રેલ પ્રોજેકટની મેગા કંપનીને સોંપવાની હોઇ આ સંકુલમાં સ્થિત નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની ચેક રિટર્નના કેસોની ૧૦ કોર્ટોને અસર થાય છે, જેથી આ કોર્ટોને બીજે ખાસ કરીને અપનાબજારમાં ખસેડવાની કવાયત હાથ ધરાઇ હતી પરંતુ ફોજદારી કોર્ટના વકીલો કે જેઓને રોજ ચેક રિટર્નના કેસો લડવા આ કોર્ટોમાં જવાનું હોય છે, તેઓને આ કોર્ટો અપનાબજાર ખસેડાય તો ભારે હાલાકી ઉભી થાય તેમ હોવાથી અમદાવાદ ક્રિમીનલ કોર્ટસ બાર એસોસીએશનના સેક્રેટરી ભરત એચ.શાહ સહિતના હોદ્દેદારોએ ગુજરાત હાઇકોર્ટના યુનિટ જજ એસ.એચ.વોરાને મળીને આ કોર્ટો અપનાબજારને બદલે ઘીકાંટા ફોજદારી કોર્ટના મુખ્ય બિલ્ડીંગમાં જ ખસેડવા રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઇ ચેક રિટર્નના કેસોની કોર્ટ નંબર-૩૧,૩૨ અને ૩૬ એ ત્રણ કોર્ટો ઘી કાંટા ફોજદારી કોર્ટના મુખ્ય બિલ્ડીંગમાં ખસેડવાનો નિર્ણય લેવાયો છે. આ કોર્ટો તા.૨૯મી સોમવારથી મુખ્ય બિલ્ડીંગમાં કાર્યરત થશે. ફોજદારી કોર્ટના વકીલોએ સત્તાવાળાઓના હકારાત્મક અભિગમભર્યા નિર્ણયને આવકાર્યો હતો.

Related posts

રિવરફ્રન્ટથી ઉડનાર સી પ્લેન માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ

aapnugujarat

પાણી મુદ્દે પ્રજાને સાથે રાખી કોંગ્રેસ જનઆંદોલન છેડશે : અમિત ચાવડા

aapnugujarat

વિરમગામ ખાતે “૨૧ કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞ”યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1