Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જ્યોતિરાદિત્યને પશ્ચિમી યુપીની જવાબદારી મળી

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની રેસમાંથી બહાર થઇ ચુકેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમી ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યોતિરાદિત્ય મધ્યપ્રદેશના ગુનામાંથી લોકસભા સાંસદ તરીકે છે અને શક્તિશાળી નેતા છે. મધ્યપ્રદેશના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર દેખાવમાં તેમની ભૂમિકા મજબૂત રહી હતી. જ્યોતિરાદિત્ય પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને જીવંતદાન આપવાનું કામ કરશે. ઇમરાન મસુદ ઉપરાંત કોંગ્રેસના કોઇ મોટા નેતા અહીં રહ્યા નથી. નગ્મા અને અઝહરુદ્દીન પણ પશ્ચિમી ઉત્તરપ્રદેશમાંથી ચૂંટણી લડવાને લઇને સસ્પેન્સની સ્થિતિ છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશની કેટલીક સીટો બસપ અને આરએલડીના મજબૂત ગઠ તરીકે છે જેથી કોંગ્રેસને અહીંથી નવા ચહેરાની શોધ કરવી પડશે. આ બંને નેતાઓ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ કેસી વેણુગોપાલને પણ કોંગ્રેસ સંગઠનના પ્રભારી બનાવામાં આવ્યા છે. કોંગ્રેસની જમીની સ્તર પર ખુબ નબળી સ્થિતિ રહેલી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી માટે નવા સંગઠન ઉભા કરવાની બાબતની જવાબદારી વેણુગોપાલ અને તેમની ટીમને સોંપવામાં આવી છે. કોંગ્રેસે સીટવાર ગ્રેડિંગની પ્રક્રિયા હાથ ધરી છે. ખાસ રણનીતિ અને ઉમેદવારો તૈયાર થઇ રહ્યા છે.

Related posts

Ruling elite involved in corruption in State “will face action soon”: J&K GUV

aapnugujarat

છેલ્લી ઘડીએ ગોલ કરીને ઇજિપ્ત પર ઉરુગ્વેની જીત

aapnugujarat

एमसीडी के डॉक्टरों को वेतन न देना शर्मनाक : सीएम केजरीवाल

editor

Leave a Comment

UA-96247877-1