Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસ પાસે ન તો મિશન,ચહેરો કે કોઇ વિચારધારા નથી : પ્રકાશ આંબેડકર

ભારિયા બહુજન મહાસંઘનાં નેતા પ્રકાશ આંબેડકરે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે કોઇ મિશન નથી, કોઇ ચહેરો નથી અને કોઇ વિચારધારા નથી. કોંગ્રેસ સત્તા વહેંચવા માંગતી નથી. પ્રકાશ આંબેડકર મોટા દલિત નેતા છે અને ડો. બાબાસાહેબ આંબેડકરનાં પ્રપૌત્ર છે.
તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અંહકારી છે. તે કોઇને સાથે પાવર વહેંચવા માંગતી નથી. અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા ઇચ્છીએ છીએ પણ શક્ય બનશે નહીં તેમ લાગે છે. આ સ્થિતિમાં અમે મહારાષ્ટ્રમાં તમામ લોકસભા બેઠક પર ચૂંટણી લડીશું. મહારાષ્ટ્રમાં ૪૮ લોકસભા બેઠકો છે. પ્રકાશ આંબેકડકરની પાર્ટીએ અસાઉદ્દીન ઔવેસીની પાર્ટી સાથે ગઠબંધન કરી દીધુ છે અને વંચિત બહુજન અઘાડી નામનો મંચ બનાવ્યો છે.
આંબેડકર અને તેમના સાથીઓ મહારાષ્ટ્ર કોંગ્રેસનાં પ્રમુખ અશોક ચવાણને મળ્યા હતા ગઠબંધન મામલે કોઇ ઠોસ વાત બની નહીં. આંબેડકર સાથે જોડાયેલા લોકો ઇચ્છે છે કે, કોંગ્રેસ સાથે ગઠબંધન થાય જેથી ભાજપને હરાવી શકાય.
અલબત્ત, પ્રકાશ આંબેડકરે કહ્યું કે, અમે ભાજપ અને સંઘ પરિવારને સત્તા પરથી દૂક રાખવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા તૈયાર છીએ. અમે બંધારણમાં માનીએ છીએ. જ્યારે સંઘ પરિવાર અને તેમના સાથીઓ બંધારણ બદલવા માંગે છે. આથી, સેક્યુલર પક્ષો સાથે ગઠબંધન થવું જરૂરી છે.

Related posts

કર્ણાટક : ખાતાઓની વહેંચણી મામલે ખેંચતાણ

aapnugujarat

જમ્મુ કાશ્મીર : સ્થાનિક લોકો આતંકવાદ તરફ વળી રહ્યા છે : રિપોર્ટ

aapnugujarat

ભારતના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ગ્રોથમાં એપ્રિલમાં નોંધાયો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1