Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નવાઝ શરીફને બીમારીના કારણે જેલમાંથી હોસ્પિટલમાં એડમિટ કરાયા

લાહોર જેલમાં સાત વર્ષની સજા ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત લથડતાં તેમને એકાએક હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. છાતિમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કર્યા બાદ ૬૯ વર્ષીય પૂર્વ પીએમને કોટ લાખપત જેલમાંથી ચુસ્ત સુરક્ષા સાથે પંજાબ ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી ખાતે લઈ જવાયા હતા. ઓફ વ્હાઈટ સલવાર કમીઝ અને બ્લુ કોટીમાં સજ્જ શરીફે મીડિયાના કોઈ જ પ્રશ્નોનો જવાબ આપ્યો નહતો.
તબીબોએ હોસ્પિટલમાં ઈકોકાર્ડિયોગ્રાફી અને સ્ટ્રેસ થાલિયમ સ્કેન સહિતને નવાઝ શરીફના રિપોર્ટ કર્યા હતા. ‘મારા પિતાની તબિયત સારી નથી. હું પીઆઈસી હોસ્પિટલ જવા માંગું છું પરંતુ સુરક્ષાના કારણોસર પિતાએ મને ત્યાં જવા ઇન્કાર કર્યો છે,’ તેમ શરીફની પુત્રી મરિયમ નવાઝે જણાવ્યું હતું.
અગાઉ શરીફનું પરીક્ષણ કરનાર મેડિકલ બોર્ડે અમને જરૂરી રિપોટ્‌ર્સ પુરા પાડ્યા નથી. જેલ સત્તાધીશોને વિનંતી કર્યા બાદ અમે પંજાબ ગૃહ વિભાગને પણ આ અંગે લખ્યું હતું પરંતુ હજુ સુધી તેમના રિપોટ્‌ર્સ અમને મળ્યા નથી તેમ શરીફની પુત્રીએ જણાવ્યું હતું.

Related posts

ટ્રમ્પ અને પુટીન વચ્ચે શિખર બેઠક થઈ

aapnugujarat

उ.कोरिया ने किया दो मिसाइलों का परीक्षण, बढ़ाई ट्रंप की चिंता

aapnugujarat

नेपाल : यात्रियों से भरी बस नदी में गिरी, 17 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1