Aapnu Gujarat
મનોરંજન

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક રહેશે

દક્ષિણ ભારતની ફિલ્મોના સુપર સ્ટાર કમલ હસનની ઇન્ડિયન-૨ ફિલ્મમાં હવે અભિષેક બચ્ચનને પણ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હજુ સુધી એવી ચર્ચા ચાલી રહી હતી કે, આ ફિલ્મમાં અક્ષય કુમારને વિલન તરીકેની ભૂમિકામાં લેવામાં આવશે પરંતુ હવે આ ફિલ્મમાં અભિષેક બચ્ચનને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હસને અભિષેક સાથે જોડી જમાવવાનો નિર્ણય કર્યો છે. દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્દેશક શંકરે વર્ષ ૧૯૯૬માં તમિળ અને હિન્દીમાં ઇન્ડિયન ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મની રિમેક ફિલ્મ હવે બનાવવામાં આવી રહી છે. ફિલ્મમાં કમલ હસન ફરી એકવાર જોવા મળશે પરંતુ અક્ષયકુમારના બદલે અભિષેક બચ્ચનને લેવાનો નિર્ણય કરાયો છે. અભિષેક બચ્ચનને આ મોટા બજેટની ફિલ્મ હાથ લાગતા તેની કેરિયરમાં તેજી આવી શકે છે. કરણ જોહરના નવા શો કોફી વિથ કરણના એપિસોડમાં અભિષેક બચ્ચને ભાગ લઇને આ અંગેની વાત કરી હતી. મનમર્જિયાં ફિલ્મ લાંબા વિલંબ બાદ રજૂ કરવાને લઇને પુછવામાં આવતા અભિષેકે કોઇ જવાબ આપ્યો ન હતો. જો કે, અભિષેકે ક્યું હતું કે, તે હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તે મોટી ફિલ્મોમાં પણ ભૂમિકા અદા કરી રહ્યો છે. ઇન્ડિયન-૨ના મુહુર્ત રજૂ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં કાજલ અગ્રવાલની મુખ્ય ભૂમિકા છે. શંકરે હાલમાં જ ટુ ફિલ્મ બનાવી હતી જે બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ સફળતા મેળવી ગઈ હતી. હવે અભિષેક બચ્ચનના નામની પસંદગી કરવામાં આવી છે.

Related posts

કાસ્ટિંગ કાઉચના શિકાર થઇ નથી : સની લિયોને દાવો કર્યો

aapnugujarat

ફિલ્મોમાં ફેરફારની જરૂર : ટિસ્કા

aapnugujarat

મને તક મળે તો હું સ્વચ્છ ભારતની મિનિસ્ટર બનવાનું પસંદ કરીશ : દીપિકા પાદુકોણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1