Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લંડનમાં ઇવીએમને લઇને ચોંકાવનારા ખુલાસા, ‘૨૦૧૪ની ચૂંટણી હતી ફિક્સ, એટલે મુંડેને થઇ હત્યા’

એક અમેરિકી સાઇબર એક્સપર્ટે દાવો કર્યો છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરી શકાય છે. લંડનમાં ચાલી રહેલી હેકથોનમાં આ સાઇબર એક્સપર્ટે દાવો કર્યો છે કે બીજેપી નેતા ગોપીનાથ મુંડેની હત્યા ૨૦૧૪માં કરવામાં આવી હતી. એક્સપર્ટનું કહેવું છે કે, મુંડે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને હેક કરવાની જાણકારી ધરાવતા હતા.ભારતમાં ઉપયોગ થનાર ઇવીએમની ડિઝાઇન નક્કી કરનાર એક્સપર્ટે એવો પણ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીઓમાં ઇવીએમને હેક કરવામાં આવ્યા હતા. એટલે સુધી કે, સુજાનો દાવો છે કે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં પણ ઇવીએમમાં ગડબડી કરવામાં આવી હતી. આ હેકથૉનમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ પણ હાજર હતા.લંડન હેકથૉનમાં આ એક્સપર્ટે જણાવ્યું હતું કે, ઇવીએમ કેવી રીતે હેક કરવામાં આવી શકે છે. ઈન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશન (યૂરોપ) તરફથી લંડનમાં આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના સીનિયર નેતા કપિલ સિબ્બલ પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઇએ કે, ચૂંટણી આયોગ હંમેશાં તે વાતનો દાવો કરતું રહ્યું છે કે, ભારતમાં ઉપયોગ થનાર ઇવીએમ સાથે છેડછાડ કરી શકવાના કોઇ ચાન્સ જ નથી.
એક્સપર્ટે કર્યા બીજા ઘણા દાવાઓ..

  • આ મશીનને બ્લૂટૂથની મદદથી હેક કરી શકાતું નથી. ગ્રેફાઇટ આધારિત ટ્રાન્સમીટરની મદદથી જ ઇવીએમને ખોલી શકાય છે. આ ટ્રાન્સમીટરોનો ઉપયોગ ૨૦૧૪ની ચૂંટણીઓમાં કરવામાં આવ્યો હતો.
  • એક્સપર્ટનો દાવો છે કે કોઇ વ્યક્તિ ઇવીએમના ડેટાને મેન્યુપુલેટ કરવા માટે સતત પિંગ કરી રહ્યું હતું. ૨૦૧૪માં બીજેપીના ઘણા નેતાઓને આ વિશે જાણકારી હતી. જ્યારે મેં એક અન્ય બીજેપી નેતા સુધી આ વાત પહોંચાડી તો તેમની સાથે કામ કરનાર વ્યક્તિની હત્યા કરાવી દીધી હતી.
  • એક્સપર્ટનો દાવો છે કે ઇવીએમ હેક કરવામાં રિલાયંસ કોમ્યુનિકેશન બીજેપીની મદદ કરે છે.
  • એક્સપર્ટનું કહેવું છે કે, તેમણે દિલ્હીની ચૂંટણીમાં આ ટ્રાંસમિશનને રોકાવી દીધું હતું, એટલા માટે બીજેપી આ ચૂંટણી હારી ગઇ હતી. દિલ્હીની ચૂંટણીમાં બીજેપીનો આઈટી સેલ દ્વારા કરવામાં આવેલા ટ્રાંસમિશન પકડમાં આવી ગયું હતું. એક્સપર્ટે કહ્યું, અમે ટ્રાંસમિશનને આમ આદમી પાર્ટીના પક્ષમાં કરી દીધું હતું. વાસ્તવિક પરિણામ ૨૦૦૯ના જેવું જ હતું.
  • એક્સપર્ટનો દાવો છે કે, તેમણે (બીજેપી)એ ઓછી ફિક્વેંસીવાળા ટ્રાંસમિશનને પણ ઇન્ટરસેપ્ટ કરવાની કોશિશ કરી હતી. બીજેપીને જ્યારે ઇવીએમને લઇને પડકારવામાં આવી તો તેમણે એવા મશીનનો ઉપયોગ કર્યો, જેને અમે પણ હેક કરી શકતા નથી.
    લંડનમાં ઇવીએમ હેકિંગના દાવાની વચ્ચે કોંગ્રેસે જણાવ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ઇવીએમને ફૂલપ્રૂફ બનાવવામાં આવે. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંધવીએ આજે જણાવ્યું કે, હાલના સમયમાં વિશ્વના અમુક દેશ જ એવા છે જ્યાં ઇવીએમનો ઉપયોગ થાય છે. જે દેશ તેનો ઉપયોગ કરે છે, હવે તેમણે પણ ધીમે ધીમે તેને બંધ કરી દીધો છે.સિંધવીએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી ફરીથી પેપર બેલેટ પર થાય. પરંતુ એટલા જલ્દી તે નિર્ણય પર ના પહોંચવું જોઇએ. એટલા માટે અમે ઇવીએમને ફૂલપ્રૂફ બનાવવાની માંગ કરી રહ્યા છીએ. અત્યારે વીવીપેટનો માત્ર ૧ ટકો ઉપયોગ થઇ રહ્યો છે. અમે માંગણી કરી રહ્યા છીએ કે વીવીપેટના મોટા સેમ્પલ એટલે કે ૫૦ ટકા તપાસ થવી જોઇએ. ઇવીએમનો દુરૂપયોગ આશિંક મશીનોમાં કરવામાં આવે છે. આટલી ભયાનક શંકા છે તો તેને દૂર કરવી જોઇએ. તેનાથી દેશ આશ્વસ્ત થશે. સિંધવીએ કહ્યું કે, લંડનમાં ઇવીએમહેકિંગના દાવા પર જે કાર્યક્રમ થઇ રહ્યા છે, તેના પછી અમે આ વિશે વાત કરીશું.અગાઉ જેટલી અને જાવડેકરના નિવેદન પર સિંધવીએ કહ્યું કે, આ વખતની લડાઇ મોદીના ઠગ-બંધન અને જન-બંધનની વચ્ચે લડાઇ છે. મોદી સરકાર આઈ, મી, માઇસેલ્ફવાળી છે. સિધવીએ વધુમાં જણાવ્યું કે, જાવડેકરે કહ્યું હતું કે, મોદી બાદ અરાજકતા હશે. અહંકારની ચરમ સીમા બાદ આવા નિવેદન સામે આવે છે. આ સરકાર આઈ, મી, માયસેલ્ફવાળી છે. આ ગભરાહટ છે.

Related posts

રાજા અને કાનીમોઝીને નિર્દોષ ઠેરવવાને ઇડીએ પડકાર ફેંક્યો

aapnugujarat

ઇન્ટરનેટ સ્પીડમાં ભારત પાક., શ્રીલંકાથી પાછળ

aapnugujarat

એવું લાગે છે કે કિંગફિશર એરલાઇન્સ માલ્યાની નહી પણ ગાંધી પરિવારની છે : સંબિત પાત્રા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1