Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ઇન્ટરનેટ સ્પીડમાં ભારત પાક., શ્રીલંકાથી પાછળ

દેશમાં મોબાઇલ ઇન્ટરનેટની વાત થાય છે ત્યારે ચર્ચા ફોરજી ડેટા સ્પીડની શરૂ થઇ જાય છે. જો કે ભારતમાં ઇન્ટરનેટ યુજર્સ હજુ પણ બફરિગની સમસ્યાથી ગ્રસ્ત થયેલા છે. દુનિયાના બીજા દેશોમાં ઇન્ટરનેટ યુઝર્સ માટે બફરિંગની સમસ્યા નહીંવત સમાન છે. જો કે ભારતમાં મોબાઇલ ગ્રાહકો ફોરી નેટવર્ક ધરાવતા હોવા છતાં ઇન્ટરનેટમાં બફરિંગની સમસ્યા અકબંધ રહે છે. ઇન્ટરનેટ સ્પીડના મામલે વિશ્વના બીજા દેશો ભારતથી ખુબ આગળ રહ્યા છે. આમાં પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. આ તમામ દેશોની ઇન્ટરનેટ સેવા અમારા દેશ કરતા વધારે સારી છે. બે ગણી સ્પીડ આ તમામ દેશોમાં રહેલી છે. હાલમાં અમારા દેશમાં ફોરજી એલટીઇની સરેરાશ સ્પીડની વાત કરવામાં આવે તો ઓ પણ ૬.૧ એમબીપીએસની સ્પીડ છે. જ્યારે દુનિયાના દેશોમાં આગતિ અનેક ગણી વધારે છે. ભારતમાં અમે ઇન્ટરનેટ સ્પીડની સરખામણી ગ્લોબલ સ્પીડ સાથે કરીએ તો અમે એક તૃતિયાશ સુધી પાછળ છીએ। વૈશ્વિક સ્તર પર મોબાઇલ ડેટા સ્પીડ સરેરાશ ૧૭ એમબીપીએસ સમાન છે. આજે અમારા દેશમાં મોબાઇલ કંપનીઓ ફોરજીથી આગળ નિકળીને ફાઇવ ીની વાત કરી રહી છે ત્યારે સ્પીડને લઇને વધારે ધ્યાન આપવાની તાકીદની જરૂર દેખાઇ રહી છે. સ્થાનિક બ્રાડબેન્ડ માટે પાઇબર બેસ્ડ આધારિત કંપનીઓ ૧૦૦ એમબીપીએસ સ્પીડ આપવાની વાત કરી રહી છે. ડેટાની દુનિયામાં હમેંશા વ્યસ્ત રહેનાર લોકો માટે આ સારી બાબત હોઇ શકે છે. પરંતુ ઇન્ટરનેટ સ્પીડના મામલે પડોશી દેશો હજુ ભારતથી આગળ દેખાઇ રહ્યા છે. તે તમામ લોકો માટે આશ્ચર્યનક બાબત ચોક્કસપણે છે.

Related posts

જીએસટીના પરિણામે અસંગઠિત ક્ષેત્ર બરબાદ થયું : જનઆક્રોશ રેલીમાં રાહુલ ગાંધીનો દાવો

aapnugujarat

બિટકોઈન દેશ માટે ખતરારૂપ

aapnugujarat

સેંસેક્સ ૧૭૪ અને નિફ્ટીમાં ૪૭ પોઈન્ટનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1