Aapnu Gujarat
મનોરંજન

હુમા કુરેશી ફિલ્મ નિર્માણમાં ઝંપલાવશે

બોલિવુડની નવી આશાસ્પદ અભિનેત્રી હુમા કુરેશી પણ પ્રિયંકા ચોપડા અને અનુષ્કા શર્માની જેમ થોડાક સમય બાદ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કુદી જવા ઇચ્છુક છે. તે કહે છે કે તેની ઇચ્છા પહેલાથી જ રહેલી છે. હાલમાં તેની પાસે અપેક્ષા મુજબની સારી ફિલ્મો આવી રહી નથી. નવી નવી અભિનેત્રીઓ વચ્ચે જોરદાર સ્પર્ધાનો સામનો દરેક મોટી સ્ટાર કરી રહી છે ત્યારે હુમા પણ હવે ફિલ્મ નિર્માણમાં કુદી જવા માટે તૈયાર છે. દિયા મિર્યા, અનુષ્કા શર્મા અને પ્રિયંકા પહેલાથી જ ફિલ્મ નિર્માણ કરી ચુકી છે.
હુમા કુરેશી હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી એન્જેલિનાની જેમ જ લાઇફમાં આગળ વધવા માંગે છે. હુમા કુરેશી હાલમાં અક્ષય કુમાર સાથે જોલી એલએલબી-૨ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. મોટા સ્ટાર સાથે ફિલ્મ મળી ગયા બાદ તેની કેરિયરમાં તેજી આવી છે. આ ઉપરાંત તે સાઉથમાં પણ એન્ટ્રી કરી ચુકી છે.
તેની વ્હાઇટ ફિલ્મને પણ સારી સફળતા મળી હતી. જેમાં તેની સાથે મમુટીની ભૂમિકા હતી. તે એન્જેલિનાની જેમ જ મોટી વયે પહોંચી ગયા બાદ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી પડશે અને ફિલ્મોમાં ભૂમિકા કરવાના બદલે નિર્માણમાં વધારે ધ્યાન આપશે. ગર્લ, ઇન્ટરપ્ટેડ તેમજ લારા ક્રોફટ જેવી યાદગાર ફિલ્મો બનાવી ચુકેલી એન્જેલીનાથી હુમા કુરેશી ખુબ પ્રભાવિત રહી છે.

Related posts

‘भारत’ फिल्म से सीखने का बेहतर अनुभव रहा : कैटरीना

aapnugujarat

यश ने फिर से शुरू की ‘केजीएफ 2’ की शूटिंग

editor

SRK to be chief guest of 10th Indian Film Festival in Melbourne

aapnugujarat

Leave a Comment

UA-96247877-1