Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીમાં ૧૦ ટકા અનામત અમલી કરવા લીલીઝંડી

ઉત્તરપ્રદેશ કેબિનેટની બેઠકમાં સામાન્ય વર્ગના આર્થિકરીતે પછાત લોકો માટે ૧૦ ટકા અનામત આપવાનો કેન્દ્રના નિર્ણયને આજે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને લીલીઝંડી આપવામાં આવી હતી. આની સાથે જ કેન્દ્ર સરકારના નિર્ણયને અમલી કરનાર ઉત્તરપ્રદેશ છઠ્ઠુ રાજ્ય બની ગયું છે. આ પહેલા તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ દ્વારા પણ આને મંજુરી આપી દેવામાં આવી છે. શુક્રવારના દિવસે યોગી સરકારે પણ આને મંજુરી આપી દીધી છે. ગુજરાતે સૌથી પહેલા આને મંજુરી આપી હતી. કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા અને ઉર્જામંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ૧૨મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે જાહેરનામુ જારી કરીને બંધારણમાં સુધારો કરીને આને લીલીઝંડી આપવામાં આવી હતી. યુપી સરકાર પણ કાયદાને હવે અમલી કરવા જઈ રહી છે. શર્માએ કહ્યું હતું કે, આ સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય છે. યુપી કેન્િોટે આને મંજુરી આપી દીધી છે. આર્થિકરીતે પછાત લોકોને ૧૦ ટકા અનામત આપવાના બિલને કેન્દ્ર સરકારે પાસ કરી લીધું છે. લોકસભા અને રાજ્યસભામાં બંધારણીય સુધારા બિલને બહુમતિ સાથે પાસ કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિલ પર હસ્તાક્ષર કરી દીધા હતા. આની સાથે જ આ કાનૂન બની ગયો તો અને અમલી પણ બની ગયું છે. આ કાનૂનને યોગી કેબિનેટની બેઠકમાં મંજુરી મળતાની સાથે જ ઉત્તરપ્રદેશમાં નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં લાગૂ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. યોગી સરકાર તરફથી પ્રસ્તાવ બનાવીને કેબિનેટની બેઠકમાં મંજુરી માટે રજૂ કરાયો તો. યોગી સરકાર તરફથી નિર્ણય લેવાયા બાદ અન્ય રાજ્યો પણ આ દિશામાં હજુ આગળ વધી શકે છે. કેટલાક રાજ્યોમાં બિન ભાજપ સરકાર દ્વારા આને લઇને વાંધો ઉઠાવવામાં આવી ચુક્યો છે.

Related posts

उमर अब्दुल्ला सरकारी आवास स्वेच्छा से करेंगे खाली

editor

પંપોરમાં આતંકવાદીઓ ઠાર

editor

મોદી સરકારની ખેડૂતોને ક્રિસમસ ભેટ : દર મહિને ચૂકવશે સેલેરીે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1