Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશવિરોધી નારા મામલે કન્હૈયા કુમાર તથા અન્ય વિરુદ્ધ ૧૯ જાન્યુ.એ સુનાવણી

જેએનયૂમાં દેશ વિરોધી નારા લગાવવાના મામલામાં ચાર્જશીટ પર પટિયાલા હાઉસ કોર્ટ ૧૯ જાન્યુઆરીએ સુનાવણી કરશે. મંગળવારે જજ રજા પર રહેતા સુનાવણી થઈ શકી નથી. મહત્વનું છે કે, દિલ્હી પોલીસે આશરે ત્રણ વર્ષ બાદ ભારત વિરોધી નારા લગાવવાના આરોપમાં જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય છાત્ર સંઘ (જેએનયૂએસયૂ)ના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર તથા ૯ અન્ય વિરુદ્ધ સોમવારે ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે તેના પર રાજદ્રોહનો આરોપ લગાવ્યો છે. જેએનયૂએસયૂના પૂર્વ અધ્યક્ષ કુમારની ચાર્જશીટને રાજનીતિથી પ્રેરિત જણાવતા લોકસભા ચૂંટણીના થોડા મહિના પહેલા તેને ફાઇલ કરવાના સમયને લઈને સવાલો ઉઠાવ્યા છે.
પોલીસે જેએનયૂ પરિસરમાં નવ ફેબ્રુઆરી ૨૦૧૬ના આયોજીત એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે ભારત વિરોધી નારા લગાવવાને લઈને દાખલ ૧૨૦૦ પેજની ચાર્જશીટમાં વિશ્વવિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ તથા અનિર્બાન ભટ્ટાચાર્યને પણ આરોપી બનાવ્યા છે.
ચાર્જશીટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુમિત આનંદ સમક્ષ દાખલ કરી દેવામાં આવી છે. તેમણે ચાર્જશીટ કોર્ટ સમક્ષ મંગળવારે વિચાર માટે રાખી હતી. કુમાર, ખાલિદ અને ભટ્ટાચાર્યની આ મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. જેએનયૂ રાજદ્રોહ મામલામાં ચાર્જશીટ પર પગલા લેવા કે નહીં તે મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પર નિર્ભર રહેશે. રાજદ્રોહ માટે વધુમાં વધુ આજીવન જેલની સજાની જોગવાઇ છે.
પોલીસે દાવો કર્યો કે તેની પાસે ગુનો સાબિત કરવા માટે વીડિયો ક્લિપ છે, જેની સાક્ષીઓના નિવેદનોથી ખાતરી કરી છે. પોલીસનું કહેવું છે કે, કુમાર જુલૂસની આગેવાની કરી રહ્યો હતો અને તેણે જેએનયૂ કેમ્પસમાં ફેબ્રુઆરી ૨૦૧૬માં દેશ વિરોધી નારા લગાવવા પર કથિત રીકે સમર્થન કર્યું હતું.

Related posts

મહાગઠબંધન પોલિટિકલ સર્કસ : જેટલી

aapnugujarat

મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો

aapnugujarat

लंबे समय तक जेल से बाहर नहीं आ सकेंगे लालू यादव

aapnugujarat

Leave a Comment

UA-96247877-1