Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કાબુલમાં બોમ્બ વિસ્ફોટઃ ૪ના મોત

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં વિસ્ફોટને કારણે ૪ લોકોના મોત થયા છે. આ સાથે આ હુમલામાં ૯૦ લોકો ઘવાયા છે. વિદેશીઓના વસવાટના સ્થળ પર કારમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઇપણ આતંકવાદી સંસ્થાએ લીધી નથી.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા નજીબ દાનીશે જણાવ્યું હતું કે, આતંકવાદીઓ વિદેશી કર્મચારીઓના વસવાટ કરનારા સ્થળ ગ્રીન વિલેજની નજીક હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ હુમલાને પગલે લગભગ ૧૦ બાળકો ઘવાયા હતા. દાનીશે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં યુએનના અનેક કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, પરંતુ હવે આ વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યું છે અને સુરક્ષા દળને તૈનાત કરવામાં આવ્યા છે. હુમલાને કારણે રહેણાંક મકાનોને માઠી અસર થઇ છે. સ્પેશ્યિલ ફોર્સ ઘટના સ્થળ પર તપાસ કરી રહી છે.
આ વિસ્તારમા ગત નવેમ્બરમાં પણ હુમલો કરાયો હતો. તાલિબાને દ્વારા બ્રિટિશ સિક્યોરીટી સંસ્થા જીફોરએસની બહાર ગાડીમાં વિસ્ફોટ કરાયો હતો જેમાં લગભગ ૧૦ લોકોના મોત થયા હતા. આમાં ૪ જીફોરએસના કર્મચારીઓના પણ મોત થયા હતા. હાલમાં જ ૨૪ ડિસેમ્બરે કાબુલના સરકારી ક્ષેત્રમાં હુમલો કરાયો હતો જેમાં લગભગ ૪૩ લોકો માર્યા ગયા હતા.

Related posts

ઈમરાન ખાને પણ મોદીના પગલે પાક.માં ‘સ્વચ્છતા અભિયાન’ શરૂ કર્યું

aapnugujarat

Sri Lanka Prez poll candidate Gotabaya Rajapaksa gets relief from court in citizenship case

aapnugujarat

તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને દેશનું નામ બદલીને તુર્કીયે કરી નાખ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1