Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસટીના દર ઘટાવાથી સસ્તા ઘરની કિંમત વધશે

સરકાર કેટલાક શહેરોમાં નિમ્ન અને મધ્યવર્ગના લોકો માટે સસ્તા મકાન ઉપર કામ કરી રહી છે પરંતુ જીએસટીના દર ઓછા હોવાના લીધે સસ્તા આવાસોના ભાવ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. હાઉસિંગ ઉપર ડેવલપર્સના ઇન્પુટ ટેક્સ ક્રેડિટના ફાયદામાં વધારો કર્યા વગર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવાથી મકાનની કિંમતમાં વધારો થશે. અલબત્ત મુંબઈ અને દિલ્હી જેવા શહેરોના હાઈવેલ્યુ એપાર્ટમેન્ટની કિંમતો ઓછી થશે. ઇન્પુટ ટેક્સ ક્રેડિટ એવી છુટછાટ છે જે મકાન બનાવવામાં લાગનાર ચીજવસ્તુના ટેક્સ ઉપર આપવામાં આવે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, જો જીએસટીને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે છે તો પણ આઈટીસી ન મળવાના પરિણામ સ્વરુપે સસ્તા મકાનની કિંમતમાં વધારો થશે. જો ૩૨૫૦ રૂપિયા પ્રતિવર્ગ ફુટના ભાવે આવાસ ખરીદવામાં આવે છે તો તેની કુલ કિંમત જીએસટી (૮ટકાના દરે) ૨૬૦ રૂપિયા પ્રતિવર્ગ ફુટ થશે પરંતુ જીએસટીના કાપ બાદ આ કિંમત ૧૬૩ રૂપિયા રહી જશે. અલબત્ત ડેવલપર ઇન્પુટ ટેક્સનો બોજ પણ ખરીદદારો પર નાંખવા માટે ઇચ્છુક છે જેથી ખરીદદાર ઉપર ૩૨૪ રૂપિયાનો વધારાનો બોજ આવશે જેથી કુલ મળીને એક વર્ગફુટ ઉપર ૨૨૭ રૂપિયાની કિંમત વધી જશે. આટલા છા માર્જિન ઉપર કામ કરનાર ડેવલપર આ ફટકાને સહન કરવાની સ્થિતિમાં નથી. ટેક્સના જાણકાર લોકોનું કહેવું છે કે, ઇન્પુટ ટેક્સ ક્રેડિટની દ્રષ્ટિથી જીએસટીની મૂળભૂતરુપ બદલાઈ જાય છે. જો કે, ઓછા આઉટપુટ ટેક્સ રેટના આધાર પર આઈટીસીને નજરઅંદાજ કરવામાં આવે છે તો જીએસટી ઓછા થવાથી ફાયદો લોકોને મળશે નહીં. નિષ્ણાતોનું કહેવું છે કે, સરકારે રેસ્ટોરેન્ટની જેમ જ મકાનોના જીએસટીને ઘટાડી દીધા છે પરંતુ રેસ્ટોરન્ટમાં શાકભાજી અને સાધન સામગ્રી ઉપર લાદનાર જીએસટી પણ ઓછા છે. આના બિલકુલ વિરુદ્ધમાં મકાન બનાવવામાં ઉપયોગ થનાર સામગ્રી ઉપર જીએસટી લાગૂ થાય છે જેનો બોજ પણ ખરીદદારોને ઉપાડવાની ફરજ પહે છે. નવીન્સ ડેવલપરના સીએમડી આર કુમારના કહેવા મુજબ પારદર્શી લેવડદેવડ માટે જીએસટી લાગૂ કરવામાં આવ્યા છે. ઇન્પુટ ટેક્સ ક્રેડિટે અનરજિસ્ટ્રર્ડ ડિલર્સ પાસેથી કારોબાર કરવાની બાબત મુશ્કેલરુપ બનાવી દીધી છે. ગેરકાયદે ઇન્પુટ ટેક્સ ક્રેડિટને દૂર કરી દેવામાં આવે છે તો ગેરકાયદે ગતિવિધિ ફરીથી શરૂ થઇ જશે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

मार्स ऑर्बिटर मिशन-2 को 2023 में भेजने की तैयारी में इसरो

aapnugujarat

હેરોઈન કરતા સારુ હોય છે અફીણ : સિદ્ધુ

aapnugujarat

લોકસભા ચૂંટણી : દિલ્હીમાં ત્રિકોણીય જંગથી ભાજપને ફાયદો થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1