Aapnu Gujarat
રમતગમત

આઈપીએલ ભારતમાં જ રમાશે; ૨૩ માર્ચથી આરંભ

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ જાહેરાત કરી છે કે આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા ભારતમાં યોજાશે. સ્પર્ધા ૨૩ માર્ચથી શરૂ થશે. અગાઉ એવી ચર્ચા હતી કે આ વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની હોવાથી આઈપીએલ સ્પર્ધા સાઉથ આફ્રિકામાં યોજવામાં આવશે, પરંતુ હવે બીસીસીઆઈની જાહેરાત સાથે એવી અટકળોનો અંત આવી ગયો છે.બીસીસીઆઈ તરફથી જણાવાયું છે કે આઈપીએલ-૨૦૧૯ અથવા આઈપીએલ-૧૨ સંપૂર્ણ સ્પર્ધા ભારતમાં જ યોજાશે.આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે તેથી આઈપીએલ સ્પર્ધા અને ચૂંટણીની પ્રક્રિયા ટકરાશે. તે છતાં લગભગ દોઢ મહિનો ચાલતી આઈપીએલની ૧૨મી આવૃત્તિ ભારતમાં જ યોજવાની ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે.ક્રિકેટ બોર્ડે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આ વખતની સ્પર્ધા ભારતમાં જ યોજવાનો નિર્ણય કેન્દ્રીય તેમજ રાજ્યોના સંબંધિત સત્તાવાળાઓ સાથે થયેલી પ્રાથમિક મંત્રણાને આધારે લેવામાં આવ્યો છે.સત્તાવાળાઓ સાથે મસલત કર્યા બાદ સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ બાદમાં જાહેર કરવામાં આવશે.

Related posts

सचिन का वर्ल्ड रिकॉर्ड तोड़ने से सिर्फ 8 शतक दूर हैं विराट

aapnugujarat

सुरेश रैना के फूफा और भाई की हत्या का केस सुलझा

editor

फाफ डु प्लेसिस ने की गांगुली के ‘बिग थ्री’ मॉडल की आलोचना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1