Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

અદાણી, અનિલ અંબાણી સહિતની કંપનીઓના એમઓયુ રદ કરશે રાજસ્થાન સરકાર

ચુંટણી પ્રચારમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સાથે અદાણી અને અંબાણીનો પણ ઉલ્લેખ કરતા હોય છે જેમને તેઓ મોદી સરકારનાં માનીતા ઉદ્યોગપતિઓ ગણાવે છે હાલમાં જે ત્રણ રાજ્ય સરકારોએ સત્તા સંભાળી છે તેમાં રાજસ્થાનની સરકાર પણ હવે તેમની વિચારસરણી પર જ ચાલી રહી છે અને તેમણે અદાણી અને અંબાણી સાથેના એમઓયુ રદ કરવાનો નિર્ણય લીધો છે.
રોકાણમાં રસ નહી દાખવનાર ઉદ્યોગપતિઓના ૨૦૦થી વધારે એમઓયુ રાજસ્થાનની નવી કોંગ્રેસ સરકારે રદ કરવાનો નિર્ણય લીધો છે.જેમાં અનિલ અંબાણી અને ગૌતમ અદાણીની કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
વસુંધરા રાજે સરકારે ૨૦૧૫માં યોજેલી ઈન્વેસ્ટર સમિટમાં ૪૦૭ એમઓયુ થયા હતા અને ૩.૩૭ લાખ કરોડના રોકાણનો વાયદો થયો હતો.
જોકે ઉદ્યોગમંત્રી પરસાદીલાલ મીણાના કહેવા પ્રમાણે એ પછી માત્ર ૧૨૪ એમઓયુ પર કામ થયુ હતુ.જેમાંથી ૧૨૦૦૦ કરોડનુ રોકાણ રાજસ્થાનમાં આવ્યુ હતુ.
જોકે મોટી કંપનીઓએ કામ શુ નથી કર્યુ અને તેમને એમઓયુ રદ કરવા નોટિસ અપાશે.જે કંપનીઓએ એમઓયુ સાઈન કર્યા હતા તેમને સરકાર જમીન અને ટેક્સમાં રાહત આપવાની હતી.જે એમઓયુ થયા હતા તૈ પૈકીના મોટાભાગના પર્યટન, ખાણ ખનીજ અને મેડિકલ જેવા સેકટરમાં હતા.

Related posts

“Me and only Me”….’Hindutva’ leadership eroding under ‘Moditva’…?

aapnugujarat

તંગદિલી વચ્ચે પાક. ડેપ્યુટી હાઈ કમિશનરને બોલાવાયા : પાયલોટના સેફ રિટર્નની માંગ

aapnugujarat

INDIGO को 2,844 करोड़ रुपए का नुकसान

editor

Leave a Comment

UA-96247877-1