Aapnu Gujarat
ગુજરાત

ભાજપાના શાસનમાં ભયનું રાજ છે : ધાનાણી

ભાજપના પૂર્વ ધારાસભ્ય જ્યંતિભાઈ ભાનુશાળીની થયેલી હત્યા સંબંધમાં પત્રકાર તથા મિડિયાના મિત્રો સાથે વાત કરતા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ભયનું રાજ છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની વાતો કરનાર ભાજપ અને તેના મોટા માથાઓએ કચ્છના રણમાં ખાધેલ મીઠી ખારેકના રહસ્યોને છુપાવવા માટે એક રાજકીય કાર્યકર્તા, પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળીનો ભોગ લીધો છે. ૨૦૧૪ની ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં શાંતિની દુહાઈ દેનાર વડાપ્રધાન મોદીના ગૃહ રાજ્યમાં ભાજપના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, કચ્છના પૂર્વ ધારાસભ્યની ચાલુ ટ્રેને પોઇન્ટ બ્લેંક રેંજથી ગોળી મારીને એક રાજકીય સામાજિક કાર્યકરની હત્યાથી ગુજરાતનો ઇતિહાસ દોહરાયો છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની રાજકીય હત્યાથી શરૂ થયેલી ભયની રાજનીતિ જ્યંતિભાઈ ભાનુશાળીના ચાલુ ટ્રેને થયેલી હત્યા સુધી પહોંચી છે. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. સામાન્ય માણસ ભયના ઓથાર હેઠળ જીવન વ્યતિત કરી રહ્યો છે. લોકશાહી મરી પરવારી છે ત્યારે કચ્છની મીઠી ખારેક ખાનાર કેટલાય ભાજપના મોટા માથાઓના રહસ્યોને ધરબાવવા માટે પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળીના લમણે બંદૂક તાકવામાં આવી હોય તેવી પૂરી શક્યતા છે. આ અંગે તટસ્થ તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. સીબીઆઈ અંગેના નામદાર સુપ્રીમ કોર્ટે આજે આપેલા ચુકાદાને આવકારતા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ દેશની ન્યાયપાલિકા ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. દેર સહી, અંધેર નહીં એ વાતનો સુપ્રીમ કોર્ટમાં પુનરોચ્ચાર થયો હતો. સત્તામાં બેઠેલા લોકોએ સતત દખલગીરી કરીને સત્યને છુપાવવાનો પ્રયાસ કર્યો છે જે સંવિધાનિક સંસ્થાઓ છે એમાં સત્તામા ંબેઠેલા લોકોઓ સીધી દખલગીરીથી વિપક્ષના અવાજને રૂંધવાનો પ્રયાસ કર્યો છે. કમનસીબે એમના પાસા હવે ઊંધા પડી રહ્યા છે. સત્ય છાપરે ચઢીને પોકારી રહ્યું છેે અને સીબીઆઈમાં સત્યને છુપાવવા માટે એક સારા ઓફિસરની રાતોરાત કરવામાં આવેલ બદલીના ઓર્ડરને નામદાર સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. લોકરકષક દળની પુનઃ લેવાયેલી પરીક્ષા અંગે વાત કરતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં લોકશાહી મરી પરિવારી છે.

Related posts

પત્નીના ત્રાસથી કંટાળી રેલ્વે કર્મચારીએ આત્મહત્યા કરી

aapnugujarat

નર્મદા મહોત્સવ સમાપન વડાપ્રધાન સહિત પ્રતિભાવંત ગુજરાતીઓની હાજરીમાં ધામધૂમથી સંપન્ન કરાશે

aapnugujarat

નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે એક્શન પ્લાનની દિશામાં થયેલી કામગીરીની સમીક્ષા કરતા પ્રભારી સચિવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1