Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સમાં ૧૮૧ પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં બે દિવસથી ચાલતી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૮૧ પોઇન્ટ ઉછળીને ૩૫૬૯૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૫૫ પોઇન્ટ ઉછળીને ૧૦૭૨૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર બીએસઈ સેંસેક્સમાં ૧.૦૫ ટકાનો ઘટાડો થયો છે જ્યારે નિફ્ટીમાં ૧.૨૨ ટકાનો ઘટાડો રહ્યો છે. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૪૮ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૫૧૪૮ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૧૪ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૫૯૨ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. તેના શેરમાં ૨.૩૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. સિન્ડિકેટ બેંક, પંજાબ નેશનલ બેંક, એસબીઆઈના શેરમાં જોરદાર ઉછાળો રહ્યો હતો. નિફ્ટી મેટલમાં ૧.૪૦ ટકાનો ઉછાળો રહ્યો હતો. જિંદાલ સ્ટીલ, તાતા સ્ટીલના શેરમાં તેજી જામી હતી. પેજ ઇન્ડસ્ટ્રીના શેરમાં પણ તેજીનો માહોલ રહ્યો હતો. છેલ્લા બે દિવસથી ચાલતી મંદી પર બ્રેક મુકાતા કારોબારીઓ ખુશ દેખાયા હતા. ડિસેમ્બરના વેચાણના આંકડા કંપનીઓ દ્વારા જારી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અશોક લેલેન્ડના શેરમાં ૧૮ મહિનાની નીચી સપાટી જોવા મળી છે. વર્ષ ૨૦૧૮માં બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને ૧૪૪૪૮૪૬૫.૬૯ કરોડ થઇ ગઇ હતી. માર્કેટ મૂડીમાં ૭૨૫૪૦૧.૩૧ કરોડનો ઘટાડો થયો હતો. સેંસેક્સમાં વર્ષ ૨૦૧૮માં ૫.૯૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે સેંસેક્સમાં ૫.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩.૧૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આ વર્ષ દરમિયાન ૬.૩૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૩.૩૮ ટકાનો ઘટાડો રહ્યો હતો. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૫.૫૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિક કમાણીના આંકડા આ સપ્તાહથી આવવાની શરૂઆત થનાર છે. વૈશ્વિક બજારોમાં મંદી, ત્રીજા ત્રિમાસિક કોર્પોરેટ કમાણીના ગાળાની શરૂઆત પહેલા નિરાશા અને મેટલ, ઓટો, આઈટી અને ફાઈનાન્સિયલ કાઉન્ટરોમાં વેચવાલી વચ્ચે શેરબજારમાં ગઇકાલે જોરદાર કડાકો બોલી ગયો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૩૭૮ પોઇન્ટ ઘટીને ૩૫૫૧૪ની ઉંચી સપાટીએ રહ્યો હતો.
એનએસઈમાં બ્રોડર માર્કેટમાં નિફ્ટી ૧૨૦ પોઇન્ટ ઘટીને ૧૦૬૭૨ની નીચી સપાટીએ રહ્યો હતો. ૫૦ ઘટકો ધરાવતી એનએસઈમાં ૪૨ શેરમાં મંદી અને માત્ર આઠ શેરમાં તેજી રહી હતી.

Related posts

પીએમ મોદીને વારાણસીથી હારનો ડર?

aapnugujarat

રાહુલ પર બાબા રામદેવના બદલાયા સૂર

aapnugujarat

પાકિસ્તાન પોતાને નથી સંભાળી શકતું તો કાશ્મીર શું સંભાળશે : રાજનાથસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1