Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ પર બાબા રામદેવના બદલાયા સૂર

ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ યોગગુરુ બાબા રામદેવના સૂર બદલાઈ રહ્યા હોય તેમ લાગે છે.
તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે રાહુલ ગાંધીએ કર્મ કર્યુ હતુ કે અને તે જીતી ગયા, મારે વિપક્ષી પાર્ટીઓ સાથે આજે પણ કોઈ વેર નથી,રામદેવે નોટબંધીના નિર્ણયને પણ અધુરો ગણાવ્યો હતો.તેમણે કહ્યુ હતુ કે આજે પણ દેશમાં રાજનીતિ જાતિવાદ પર અધારિત છે.અન્ય દેશોમાં આવુ નથી.જો દેશમાં ખેડૂતો એક થાય તો બધુ બદલાઈ શકે છે. રાજકીય અસહિષ્ણુતા ચરમ સીમાએ છે.ખેડૂતોના દેવા માફી અંગે તેમણે કહ્યુ હતુ કેદ દરેક પાર્ટી ખેડૂતો પર વાત કરે છે પણ ચૌધરી ચરણસિંહને છોડી દેવામાં આવે તો ખેડૂતોનુ દર્દ સમજનાર કોઈ પ્રધાનમંત્રી દેશને મળ્યા નથી.તેમણએ મોદીના વખાણ કરતા કહ્યુ હતુ કે તેમનો ઈરાદો, નીતિ અને નેતૃત્વ દેશ માટે સારુ જ છે.તેમણે સારા કામ કર્યા છે પણ તેમની યોજનાઓના અમલ માટે નોકરશાહીએ કેટલુ કામ કર્યુ અને યોજનાઓને ફંડ કેટલુ મળ્યુ તે જોવુ રહ્યુ.રાહુલ ગાધીએ અંગે તેમણે કહ્યુ હતુ કે કોઈ પણ વડાપ્રધાન બને પણ દેશ સાથે દગો ના કરે. રાજકારણમાં હાર જીત ચાલતી રહે છે.૨૦૧૯ અંગે કોઈ કશું કહી શકે તેમ નથી. હા સંઘર્ષ જોરદાર થશે.નોટબંધી પર રામદેવે કહ્યુ હતુ કે ૨૦૦૦ની નોટો બહાર પાડવાનો નિર્ણય ખોટો હતો.જોકે કાળા નાણા અંગેના સવાલને તેમણે ટાળી દીધો હતો.

Related posts

बाढ़ प्रभावितों को रिकॉर्ड समय में पुनर्वास सुनिश्चित करेंगे : सीएम फडणवीस

aapnugujarat

देश में टुकड़े-टुकड़े गैंग का समर्थन करने वाली कांग्रेस : सीतारमण

aapnugujarat

કેરળ પુરનાં સકંજામાં : ૩૦ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1