Aapnu Gujarat
બિઝનેસ

તમારી સાથે બેંક ફ્રોડ થયો છે તો ટોટલ પૈસા બેંક પરત કરશે, સરકાર લાવી હટકે નિયમ

બુધવારે જ તમે એક સમાચાર સાંભળ્યા હશે કે મુંબઇમાં રાતે એક બિઝનેસમેનને ૬ મિસ્ડકોલ આવ્યાં અને ખાતામાંથી ૧.૮૬ કરોડ રૂપિયા ગાયબ થઈ ગયાં. આવી ઘટનાઓ તમે જોતા અને સાંભળતો હશો. આરબીઆઇ રિપોર્ટ ૨૦૧૭-૧૮ મુજબ કુલ ૨,૦૬૯ કેસો સામે આવ્યાં છે. અને સાયબર ચોરોએ એકાઉન્ટમાંથી કુલ ૧૦૯.૫ કરોડ રૂપિયાની ચોરી કરી છે. હવે પ્રશ્ન એ છે કે શું તમે સાવધાન છો છતા પણ તમારી સાથે છેતરપિંડી થાય તો તમે કેવી રીતે તમારા પૈસા પરત મળશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અનુસાર જો તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોય અથવા તો તમારી સાથે ફ્રોડ થયો હોય અને તમને જાણ ન હોય તો પ્રથમ તો તમે બેંકને ત્રણ દિવસની અંદર સમગ્ર માહિતી આપી દો. આ પછી, બેંક તેની તપાસ કરશે. અને જો તમારા ખાતામાંથી પૈસા તમારી ભૂલને લીધે કોઈના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હશે અથવા જો કોઈએ તમને છેતર્યા હશે અથવા સાયબર-ચોરે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હશે તો બેંક તમારા સંપૂર્ણ પૈસા ચૂકવશે. પરંતુ આ માટે કેટલીક શરતો છે.
પૈસા પાછા મેળવવા માટે શરત એટલી જ છે કે સૌથી પહેલા તો તમે તમારા ફોનનાં સિમ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ અને એકાઉન્ટને ફોન કરીને બંધ કરાવી દો. આ પછી પોલીસમાં તમારી સાથે બનેલી ઘટનાને જાણ કરી દો. આ પછી બેંકમાં એફઆઈઆરની નકલ સાથે જાઓ. હવે પોલીસ રિપોર્ટના આધારે બેંક તમારા ખાતામાંથી કાઢવામાં આવેલ નાણાંની તપાસ કરશે. હવે જો તમારી સાથે છેતરપિંડી થઈ હશે તો બેંક તમને પૂરેપૂરા પૈસા પરત આપશે. પરંતુ જો તમારી ભુલનાં કારણે પૈસા ગયા હશે તો બેંક પર આધાર રાખે છે કે તમને પરત આપશે કે નહીં. કદાચ પુરાવા આપવા પછી બેંક પૈસા પરત પણ કરી શકે છે.

Related posts

पीएमसी बैंक घोटाले में पूर्व चेयरमैन वरयाम सिंह की पुलिस हिरासत १४ अक्टूबर तक बढ़ा दी गई

aapnugujarat

RBI બોર્ડની આજે મહત્વની બેઠક

aapnugujarat

मुकेश अंबानी लगातार आठवें साल भी सबसे अमीर भारतीय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1