Aapnu Gujarat
ગુજરાત

પ્રદેશ ભાજપ યુવા મોરચાની બેઠક યોજાઈ

પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ ભારતીય જનતાના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં આગામી કાર્યક્રમોના સંદર્ભમાં પ્રદેશ ટીમ, પ્રદેશના હોદ્દેદારઓ, જીલ્લાના પ્રભારી/સહપ્રભારી, જીલ્લાના પ્રમુખઓની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રી કેસી પટેલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતુ. ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપા યુવા મોરચા દ્વારા ૧૨ જાન્યુઆરીના રોજ દરેક જીલ્લાઓમાં મંડલ સઃ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા પુજનનો કાર્યક્રમ યોજાશે. આગામી ૧૨ થી ૨૭ જાન્યુઆરી દરમ્યાન દરેક જીલ્લાઓની શાળાઓમાં ‘‘નેશન વીથ નમો’’ વિષય ઉપર નિબંધ લેખન કાર્યક્રમ યોજાશે અને તારીખ ૨૭ જાન્યુઆરીએ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે. તારીખ ૧૨ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન ‘‘નેશન વીથ નમો વોલેન્ટીયર નેટવર્ક’’ કાર્યક્રમ જેમાં, ટોલ ફ્રી નંબર જાહેર કરી મીસ્ડકોલના માધ્યમથી નવા યુવાનોને જોડવાનું કાર્ય હાથ ધરાશે. સાથે સાથે ‘‘યુથ યુવા આઇકોન નેટવર્ક’’, ‘‘કેમ્પસ એમ્બેસેડર નેટવર્ક’’, ‘‘પહલા વોટ મોદી કો સંકલ્પ અભિયાન’’ અને ‘‘યુથ પાર્લામેન્ટ’’ જેવા વિવિધ કાર્યક્રમો યુવા મોરચા દ્વારા યોજાશે. આ કાર્યક્રમના માધ્યમથી જોડાયેલા નવા યુવાનોનું જીલ્લા સઃ સંમેલન યોજવામાં આવશે. તારીખ ૧૧,૧૨,૧૩ જાન્યુઆરી દરમ્યાન સેવાવસ્તીઓમાં પતંગ વિતરણનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ તારીખ ૨૭ થી ૩૧ જાન્યુઆરી દરમ્યાન ‘‘ઓનલાઇન બ્લૉગર્સ મીટ’’ કાર્યક્રમ અંતર્ગત સોશીયલ મીડિયા સાથે સંકળાયેલા તજજ્ઞો અને અગ્રણીઓનું સંમેલન યોજાશે. ૨૩ જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ નિમિત્તે ‘‘બ્લડ ડોનેશન કેમ્પ’’ યોજાશે.

Related posts

हीरावाड़ी के अंजनपार्क सोसाइटी में PUBG को लेकर झगड़ा, पत्नी ने की आत्महत्या की कोशिश

aapnugujarat

पूर्वजोन में पीकनिक हाउस उद्‌घाटन से अब भी वंचित

aapnugujarat

૨૫મી એપ્રીલે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1