Aapnu Gujarat
Uncategorized

લગ્ન કરવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવકે માતાને છરી મારી

ભાલકામાં માતાએ પુત્રને લગ્ન કરવાનું કહેતા પુત્રએ માતા અને તેની બહેન પર છરી વડે હુમલો કર્યો હતો અને બાદમાં પુત્ર ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રભાસપાટણ પોલીસે આપેલી માહિતી મુજબ ભાલકાની ચામુંડા સોસાયટીમાં રહેતા ભાવનાબેન મહેન્દ્રભાઈ ડાભીએ પુત્ર વિવેક ડાભીને લગ્ન કરવા વિશે વાત કરી હતી. પરંતુ તે મુંબઈ કામધંધો કરતો હોવાથી ત્યાંની છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેની સાથે જ લગ્ન કરવા માગતો હતો. જેથી માતાએ કરેલી લગ્નની વાતથી ઉશ્કેરાયેલા વિવેકે માતા અને બહેન પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ભાવનાબેન અને તેની બહેનની ઈજા પહોંચી હતી. હાલ પ્રભાસપાટણ પોલીસે વિવેક વિરૂદ્ધ ફરિયાદ નોંધીને ફરાર વિવેકને પકડા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

Inside Martina, a Shake Shack-Like Approach to Pizza

aapnugujarat

વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી હત્યા કરાતા ખળભળાટ

aapnugujarat

गरबा खेलते खेलते हुआ इंफेक्शन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1